________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ). ૫૫નસનાં ઝાડ પશ્ચિમ હિંસ્થાનમાં ઘણું કરીને સર્વ ઠેકાણે થાય છે. એમાં મુખ્ય બે જાતો છે. એકના અંદરનો ગર રાતે હોય છે અને બીજાને ધોળાસ પર હોય છે. એ ઝાડ ઉંચી જાતની રાતી અગર કાળી જમીનમાં ઘણું સારાં થાય છે. એને મીણ જેવાં ધોળાં રંગનાં ફૂલ આવે છે, અને તેને મધુર સુવાસ હોય છે. એને ફાલ ઘણો આવે તો દરેક ડાળી ઉપર એક એક ફળ રાખી બાકીનાં નાનાં સુપારી જેવડાં હોય ત્યારે જ પારવવાં જોઈએ. એમ કર્યાથી બાકી રાખેલ ફળ ઘણું મોટાં આવે છે. એનાં ફળ ઘણું મોટાં થાય છે અને કઈ વખતે તેના તેલથી ડાળીઓને નમાડી દેય છે. માટે ફળ જ્યારે મોટું થવા લાગે ત્યારે તેને સીકા લગાડી તેમાં લાકડી સાથે અગર મોટી ડાળી સાથે ટિંગાડી રાખવાં. એની એક વગર બીજની જાત છે. તેનાં ફળ વધારે સ્વાદિષ્ટ હોય છે. પાતળી છાલવાળાં ફળ વધારે સારાં હોય છે. પાકેલ ફળની અંદરનો ગર ખવાય છે અને તેનું સરબત ઘણું સારું થાય છે.
૫૫નસના ઝાડને એક ભાગ સડેલ છાણ, એક ભાગ ઈટને ભુકો અને એક ભાગ જુની ઇમારતને યુને, એ મિશ્ર કરી તેનું ખાતર દીધાથી ફળ સારાં અને સ્વાદિષ્ટ આવે છે. કોઈ પણ જાનવરનું સડેલ માંસનું ખાતર એને દીધાથી ફળ મોટાં આવે છે. ચોમાસામાં એને મીઠાના પાણીનો થોડો થોડો રેડ એકવાર દીધાથી ફળની છાલ નરમ થાય છે એમ કહે છે.
એનાં નવાં ઝાડ બીજ વાવ્યાથી અગર દાબની કલમ ક Íથી અગર ગુટીથી થાય છે. સારી જાતનાં ઝાડ કરવાની ઉત્તમ રીત દેડીંગ લિંબુના રેષા ઉપર સારી જાતનાં ૫૫નસનાં
For Private and Personal Use Only