________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) નવાં ઝાડ બીજ તેના ઉપરનાં તંતુ સાથે વાવ્યાથી થાય છે. એ ઝાડ રાતી જમીનમાં સારાં થાય છે. અને તે માટે છાંયાવાળી જો જ્યાં બપોરને સખ્ત તાપ ન લાગે એવી જગ્યા જોઈએ. એને પાણી ત્રીજે દિવસે દેવું જોઈએ.
- કાંટ,
ELEPHANT APPLE. (N. 0. Aurantiaccæ.)
કટાનાં ઝાડ આપણા દેશમાં સર્વ જપે થાય છે. એ ઝાડ ઘણું મોટાં થાય છે. અને તેનાં મૂળ પણ જમીનમાં ઘણાં ઉંડાં જાય છે. એનાં પાન પાંખ જેવા આકારનાં કાળાશપર લીલા રંગનાં અને ઘણું ચળકતાં હોય છે. અને એ સુંદર પાનથી ઝાડ સારૂં શાલિતુ દેખાય છે. એનાં થડની છાલ કાળા રંગની હોય છે.
કટનાં ફળ ક્રિકેટના દડા જેવા હોય છે. અને તેના ઉપર કઠણ લાકડાં જેવું વેણુ હોય છે અને એ વણને રંગ ઘેળો હોય છે. એની અંદર મગજ હોય છે. તે કાચો હોય ત્યારે ધળો અને પાયાથી રાતો થાય છે. કાચાં કેટાના મગજની કઢી થાય છે. પાકેલ મગજ તેમાં ખાંડ નાખી ખવાય છે. તે ખાટો હોય છે. તેની ચટણી અને મુર કરે છે. એ મગજ પિત્તશામક છે. એ ઔષધી કામમાં પણ આવે છે. કેટે હાથીને ઘણું ગમે છે, તે ઉપરથી જ અંગ્રેજીમાં તેનું નામ “ફેરેનીઆ એલેન્ટમ” અથવા “એલેન્ટ આપલ” પડ્યું છે. વાંદરાં પણ એ ઘણું ખાય છે.
એ ઝાડ બગીચા માહેલી સાધારણ જમીનમાં થાય છે. નવાં ઝાડ બીજ વાવ્યાથી થાય છે.
For Private and Personal Use Only