________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩ ) અંજીરનાં ઝાડ એકવાર લગાડ્યાથી તેની બરોબર મસાગત થાય તે આશરે વીસ વર્ષ સુધી તેને ફાલ આવ્યા કરશે, તેમાં પંદર વર્ષ સુધી તે ઘણે સારો ફાલ આવશે. પંદર વર્ષ પછી ફાલ ઉતરતો જશે.
- કોકમ. GARCINIA INDICA. (N. O. Guttiferce.) કોકમનાં ઝાડ કેક, કર્ણાટક તથા મલબાર કિનારા ઉ. પરના દેશમાં ઘણું થાય છે. એ ઝાડ ઘણુજ રળીઆમણાં દેખાય છે. એની ડાળીઓ નિચે નમતી લટકતી હોય છે તેથી તેને આકાર ઘણો જ સારે, કાંઈક પુછને મળતો હોય છે. એ ઝાડ ઘણું ધીમું વધવાવાળું છે અને તે ઘણું મોટું થતું નથી. એને ઉપર જ્યારે રાતાં નારંગીના આકારનાં ફળ આવેલાં હોય છે ત્યારે તે અતિ શોભાયમાન દેખાય છે. ગાંડળના બગીચામાં એનાં ઝાડ છે અને તે સારી તનેદુરસ્તીમાં છે.
કોકમનાં ઝાડને મોહોર શીઆળાની સરવામાં આવે છે અને તેનાં ફળ ઉનાળામાં પાકે છે. એ ફળનો આકાર ના રંગાને મળતો હોય છે પણ એના ઉપરની છાલ સાવ લીસી અને રાતા રંગની હોય છે. ઉપરની છાલની અંદર નારંગી જેવી પાંખડી હોય છે અને તેમાં બીજ હોય છે. એ પાંખડી ઉપર નરમ ગર હોય છે, તે સ્વાદે ખાટો હોય છે, તે ખવાય છે. અને તેની અંદર પાણી હોય છે તે પીવાય છે. એનાં બીજનું તેલ કાઢે છે તે ધોળા રંગનું ઠરી નકોર થયેલ હોય છે. તે ગરમ કથથી પીગળે છે. એ તેલ ઔષધી કામમાં આવે છે. કાંકણમાં એ ખાવાના કામમાં પણ વાપરે છે. એ ફળ ઉપરની છાલના કટકા કરી સુક
For Private and Personal Use Only