________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૬ ) દાર સેપારીનાં ઝાડને દર વર્ષે આશરે ૮૫૦ સુધી સેપારી આવે છે. પણ સેપારીના વાવેતર (પ્લાન્ટેશન )માં દર વર્ષે દરએક ઝાડને સરાસરી ૩૦૦ સુધી સેપારી આવે છે એવું લેખાય છે. સોપારીનું લાગેશન એક એકર જમીનમાં હોય તો તેની પેદાશ દર વર્ષે દશ હજાર પાઊંડ સેપારી થાય છે.
સેપારીમાં ઘણી જાતો છે. તે ઝાડમાં દીઠામાં આવતી નથી, ફળમાં જણાઈ આવે છે. મેહની સોપારી ઘણી નરમ અને મીઠી હોય છે. શ્રીવર્ધનની સોપારી ઘણી મોટી અને ખાધે મીઠી હોય છે. એને શ્રીવર્ધની પેઠે કહે છે. દક્ષિણમાં રાતી સેપારી ઘણી વપરાય છે, તે તાજી પાકેલ સોપારી બાફીને કરેલ હોય છે. કનાટકમાં કાચી સોપારી ઉતારી તે ખાંડી તેની ચિકણી સોપારી કરે છે, તે ઘણી મેંધી વેચાય છે.
સોપારીના રોપા કરવા માટે ઝાડ ઉપર સાવ પાકેલ ફોતરાં સાથેનાં ફળ વર્ષની સરૂઆતમાં જ્યાં સદ્ધ તાપ ન લાગે એવે ઠેકાણે રતાસવાળી અગર કાંપવાળી જમીનમાં રાખનું ખાતર ભેળવી તેમાં એક એક ફુટને છેટે વાવવા અને તેને તે ઉગી આવતાં સુધી દરરોજ પાણી દેવું. ઉગ્યા પછી બીજે ત્રીજે દિવસે ભરપૂર પાણી જોઈએ. એ રોપા વળતા ચોમાસા સુધી એજ જગે રહેવા દેવા. વળતા ચેમાસામાં વાદળાંવાળી હવામાં એ પાની દડો તેનાં મૂળને ઈજા ન થાય એ રીતે કાઢી તે જાથે જે ઠેકાણે વાવવા હોય ત્યાં બે કુટ ઉંડા અને ત્રણ ફુટ વ્યાસના ખાડા કરી તેમાં સડેલ છાણ અને રાખ ભેળવી તેનું ખાતર નાખી તેમાં એ દડો ફેરવવી, અને તેને ત્રીજે દિવસે પાણી દેવું. મેડામાં મોડું સોપારીનાં ઝાડને ચોથે દિવસે તો પાણી
For Private and Personal Use Only