________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) ઝાડ જલદીથી વધે છે. બીજથી અગર કલમથી કરેલ ઝાડ બે વર્ષમાં દશ બાર ફુટ ઊંચાં થાય છે, અને તેને બીજે વર્ષે ફાલ આવવા લાગે છે. એનાં ઝાડનાં થડ ઉપર જમીનથી ત્રણ ફુટ સુધીમાં બિલકુલ ડાળીઓ ફુટવા દેવી નહીં, અને એ ઉપર પણ ડાળીઓ ધાટી ઉગવા દેવી નહીં. સપ્તાળુનાં ઝાડને વિસ્તાર થડથી ચારે બાજુ થવા દેવો નહીં. તેની પૂર્વ બાજુમાં અને પશ્ચિમમાં ફુટેલી ડાળીઓ કાપી નાખવી, અને ઉત્તર તથા દક્ષિણ તરફની રહેવા દેવી. એટલે એ ઝાડનાં ફળ ઉપર બન્ને બાજુ સૂર્યને તડકો પડશે, અને તેથી તે સરખાં અને સારાં પાકશે. એ ફળની જે બાજુ તડકે લાગે છે તેજ બાજુ પ્રથમ પાકે છે, અને બીજી બાજુએ ફળ કાચાં રહે છે, તેથી તે ખાવાના કામમાં આવતાં નથી. ઉપર લખ્યા મુજબ પૂર્વ તથા પશ્ચિમની બાજુની ડાળીઓ કાપી નાખ્યા પછી ઉત્તર દક્ષિણ એ ઝાડની ડાળીઓને વિસ્તાર હોય તેને છેડે એક ઉત્તર તરફ અને બીજી દક્ષિણ તરફ બે વળી ખાડી તેને બે વાંસડા આડા બાંધી, એ ઝાડની ડાળીઓ તેની સાથે આડી પંખા જેવી બાંધી રાખવી. એટલે એનાં ફળને ચારે બાજુથી ખુલ્લી હવા અને તડકો લાગશે, અને તેથી ફળ જોરદાર આવશે અને તે ચારે બાજુથી સરખાં પાકશે. એ પ્રભાણે બે વર્ષ પહેલાં ગાંડળના બાગમાં મી. તરખડ સાહેબની સૂચનાથી કરવામાં આવ્યું હતું, અને તેથી એ ફળ મોટાં અને સારાં થઈ સરખાં પાક્યાં હતાં.
વર્ષાદની સરુવાતમાં સત્તાળુનાં ઝાડનાં થડમાં તેનાં મૂળ ઉપર માટીને ઢગલો કરી, તે ઉપર નળીઆના કટકા નાખી છવી લેવું, જેથી તેનાં મૂળને ઝાઝું પણ લાગે નહીં. વર્ષદ પછી તેને
22
For Private and Personal Use Only