________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર કઠણ ફોતરૂં હોય છે. એ બીજ તેજ કાજુકળી. બીજ લીલાં હોય છે ત્યારે તેમાંથી રસ નિકળે છે; તે શરીરને અડ્યાથી ભિલામાં માફક ફરફલા ઉઠી આવે છે. એનાં ફળને અમેરિકામાં વાઈન અને દારૂ બનાવે છે.
નવાં ઝાડ બીજથી થાય છે. બીજ પ્રથમ કયારામાં વાવી રોપા આશરે દોઢ ફૂટ ઊંચા થાય એટલે જ્યાં તે રેપવા હોય ત્યાં ખાડા કરી તેની દડબે કાઢી ફેરવવા. એનાં બીજ પાક્યા પછી ટુક મુદતમાં વાવવા જોઈએ. લાંબી મુદત રાખ્યાથી ઉ. ગતા નથી. ઝાડ મોટું થતાં સુધી એને છ દિવસે પાણી દેવું જોઈએ. ઝાડ મોટું થયા પછી દશમે દિવસે દેવું. માછલાંનું ખાતર એને ફાયદાકારક છે.
બર. ZIZYPHUS JUJUBA, (N. 0. Rhamnece.)
બેરનાં ઝાડ હિંદુસ્થાનમાં ઘણું કરીને સર્વ જગે થાય છે. - તેમાં કેટલીએક જાતનાં ફળ ખાધે ઘણાં મીઠાં હોય છે, કેટલીક જાતનાં ખાટાં હોય છે અને કેટલાંએક ખટમીઠા હોય છે. કેટલીએક જાતનાં બોર ઘણું મોટાં હોય છે અને કેટલાંક તે મોટા વટાણુ જેવડાં નાહાનાં હોય છે. કેટલાએકનો આકાર લાંબો હોય છે અને કેટલાં એકનો ગાળ હોય છે. કેટલીએક જાતનાં બેરની છાલ ફળ પાક્યા પછી પણ લીલીજ રહે છે. કેટલાંએકની પીળી હોય છે અને કેટલાંએકની નારંગી રંગની થાય છે. - બનારસ અને નાગપોરનાં બોર ઘણાં વખણાય છે. સુરત અને અમદાવાદમાં પણ સારાં બોર થાય છે. જુનાગઢના બગીચામાં એક નાહાની જાતનાં બોરનું ઝાડ છે તેનાં બોર ઘણું મીઠાં
For Private and Personal Use Only