________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ) તેમાંથી તેને પોષણ મળશે. એ કલમેને સારી પેટે મૂળ અને પાંદડાં ફુટ્યા પછી માફક હવા જઈ તે કુંડાંમાં જુદી જુદી વાવવી, અને એ કુંડાં થોડી મુદત છાંયાવાળી જગ્યામાં રાખવાં. બાદ એ કલમવાળી પેટી નરસરીમાં અગર છાંયાવાળી જગ્યામાં રાખવી જોઈએ. (આકૃતિ ૧ લી જુવો.)
ઉપરની રીતે ઘણું નાજુકમાં નાજુક અને ઉમદામાં ઉમટી જાતનાં ઝાડો કલમથી ગંડળના બગીચામાં ફમંદીથી કરવામાં આવ્યાં છે. અને ગ્રંથકારના મત પ્રમાણે નાજુક જાતનાં ઝાડો કલમથી કરવામાટે એ રીત અતિ ઉત્તમ અને સહેલી છે. એ રીતે કલમો વાવવા માટે શિયાળાની ઋતુ વધારે પસંદ કરવા જેવી છે. શિયાળામાં ઘણું સખત દાહાડ હોય ત્યારે રાત્રિની વખતે એ કલમો વાવેલ પેટી ઉપર સાદડી ઢાંકી રાખવી જોઈએ કે તેને સખત હાડથી બચાવ થાય.
પાણીમાં કલમો નાંખી નવાં ઝાડે કરવાની રીત-એક મોટી બાટલીમાં ચોખું પાણી ભરી તેમાં ઝાડનાં માથાંની કલમે લઈ, એ પાણીમાં આશરે બે ત્રણ ઈ બુડે એવી રીતે રાખી તે બાટલીનું મોં કપડાથી બાંધવું અને એ બાટલીને હવા તથા અંજવાળું મળે પણ તડકો લાગે નહીં એવી જગ્યે રાખવી એટલે ઝાડની જાતના પ્રમાણમાં એમાં નાંખેલ કલમોને આઠ દિવસથી વિશ દિવસની અંદર મૂળ આવશે. ડેલ્ફીઆ, કોલીઅસ વિગેરેની કલમોને પાણીમાં ઘણું થોડા દિવસમાંજ મૂળ આવે છે, પણ કોટન જેવાની કલમોને પાણીમાં મૂળ આવતાં જરા વાર લાગે છે. બાટલીમાંથી એમાં નાંખેલ કલમેને ઘેળાં મૂળ આવેલ દીઠામાં આવશે. તેની જમાવટ થયેલ જોવામાં
For Private and Personal Use Only