________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ ) આણું તેનું વાવેતર કર્યું અને ત્યારથી આ દેશમાં તેને ફેલાવ થતે ગયે. હાલ તે આ દેશમાં ઘણે ઠેકાણે થાય છે,
એનું ઝાડ કેતકી જેવું હોય છે. એનાં પાન ઘણું કરીને લીલા રંગનાં હોય છે, પણ કોઈ કોઈ વખતે રંગ બેરંગ વાળાં થાય છે. સિંગાપોરમાં ઘણું જોરદાર અને સનાં ઝાડનાં પાંદડાં અઠ્ઠી ફુટથી ત્રણ ફુટ સુધી લાંબાં અને બે ઈંચ પહોળાં હોય છે. પણ આ દેશમાં એક ફુટથી વધારે લાંબાં પાન જેવામાં નથી. એનાં પાંદડાંની કિનારીને ઝીણું કાંટા હોય છે. . અનેનસની ઘણી જાત છે અને તેનાં ફળ જુદે જુદે ઠેકાણે નાહાના મોટા કદનાં તથા જુદા જુદા આકારનાં થાય છે. તેમજ તેનાં રંગ પણ ભિન્ન ભિન્ન હોય છે.
અનેનસનું વાવેતર કરવા માટે ઉંચી જાતની રાતી અગર રેતીવાળી જમીન જોઈએ. એનાં ઝાડની બાજુમાં જે ફર્ણ ફુટે છે તે અગર એનાં ફળને માથે જે પાંદડાંના ગુચછા હોય છે તે જુદા કરી વાવ્યાથી એનાં નવાં ઝાડ થાય છે. એનું વાવેતર કરવા માટે ત્રણ ત્રણ ફુટને છેટે ચરો કરી તેમાં આશરે બબે જુથને છે એનાં ફર્ણ અગર તેનાં ફળ ઉપરનાં પાંદડાંના ગુચ્છો આગષ્ટ મહિનામાં વાવવા. અને તેને પાણી બીજે દિવસે દેવું. વળતા ચોમાસાની આખરથી તે પછીના ક્રેબુઆરી અગર માર્ચ મહિના સુધીમાં પાછું આઠમે અગર દશમે દિવસે દેવું. એ ફ્રેબુઆરી કે માર્ચ મહિનામાં તેને ફળ બેસવા લાગે એટલે દરરોજ ભરપૂર પાણી તે ફળ પાકતાં સુધી દેવું જોઈએ. એનું વાવેતર કરવા માટે ખુલ્લી જગ્યા જોઈએ. એથવાળી અગર છાંયાવાળી જગ્યામાં તે સારાં થતાં નથી. દરિઆ કિનારાની હવા તેને ઘણી
For Private and Personal Use Only