________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ અનુકૂળ પડે. એનાં છાપરાંનાં લાકડાંને એટલે તીર આડીઓ વિગેરેને નાહાનાં મોટાં તરેતરેહની બનાવટનાં પાજરા, જેને અંગ્રેજીમાં ખ્યા કેટસ કહે છે, તેમાં ફસ, અરકીડસ, હરબીના, પીમુનીઆ તથા એવાં બીજાં ઝાડે વાવી ટિંગાડવાં. એ શિવાય એમાં ઠેકઠેકાણે જુદા જુદા આકારની અને તરેતરેહને બનાવટની ઘડીઓ મૂકી તે ઉપર વધારે નાજુક જાતનાં ફનસ તથા બીજાં ઝાડે, જે જમીનમાં વવાય નહીં તેવાં ગોઠવવાં. એ રક્ષકગૃહ વચ્ચે જે થાંભલીઓ આવી હોય છે, તેના ઉપર શીશ, ઐલ્હી, હૈયા તથા એવા બીજ વેલા જે ચંડી હવામાં જ ઉગે તેવા હેય છે તે ચઢાવવા. અગર જ્યાં અનુકૂળ પડે ત્યાં એ થાંભલી ઉપર ગેસ લપેટી તેમાં કાળો હંસરાજ તથા બીજી જાતનાં ફર્નસ વાળા સાથે બાંધી વાવવાં અને એથી એ થાંભલા ઢાંકી દેવા. એ પ્રમાણે ગંડળના બગીચાના રક્ષકગૃહમાં કરવામાં આવ્યું છે અને તે અતિ રળીઆમણું દેખાય છે. કઈ કઈ જગે મોટાં ટબમાં જાત જાતનાં પામનાં ઝાડ વાવી તે ગોઠવવાં. બની શકે તો એમાં પાણીના નળ ગોઠવી તેમાં ઠેક ઠેકાણે જુદી જુદી બનાવટના ફુવારા લગાડવા જેથી એ રક્ષકગૃહનાં ઝાડ ઉપર તેને કાક ફેરવ્યાથી વદ માફક છેટોર થાય એવું કરવું. મતલબ એ ગૃહ માહેલો દેખાવ જેવો કે કુદરતીજ છે એવી જોવાવાળાને અસર થાય એ રીતે એની અંદરની માંડણી કરવી. એવાં રક્ષકગ્રહો એ નાજુક જાતનાં ઝાડોનાં સ્વતંત્ર બગીચાજ છે એમ સમજવું. એમાં કઈ કઈ જગે નાજુક બેઠકો પણ ગોઠવવી જોઈએ.
ટ્રીફનેસ એટલે ઝાડ માફક ઊંચા વધનારાં ફનસ. અને એ માટે એવા બીજે ઘણું નાજુક જાતનાં ફર્નસ તથા બીજાં ઝાડ માટે
For Private and Personal Use Only