________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) કથાની સાદડી થાણાની તુરંગમાં બને છે તે પડદા તરીકે લગાડવી. એ રક્ષકગૃહને માથે વેલા ચઢાવવા નહીં, કારણ વેલા નિચે એ નાજુક ઝાડ સારાં ઉગતાં નથી એટલું જ નહીં પણ વેલાની છાંયાથી તેને નુકસાન પહોંચે છે, એવું ગેંડળના બાગમાં અનુભવથી જણાઈ આવ્યું છે. માટે એને માથે, એટલે છાપરાની જગ્ય, વં છની ઘણું ઝીણું (અર્ધ ઇંચ) ફાંકાવાળી જાળી કરવી. અગર ઉપર લખેલ જાતની એના માટે ખસુસ કરેલ કાથાની સાદડી જડી લેવી. એ રક્ષકગ્રહનું મથાળું છાપરા જેવું ઢાળ પડતું અગર ધુમટી જેવું કરવું.
એ રક્ષકગૃહમાં જવાનો માર્ગ એટલે ઝપે ઉત્તરની બાજુએ રાખવે એવું ઉપર જણાવ્યું છે. એ ઝાંપા સામે અને તેની બહારની બાજુએ એક તરફ વિંછની જાળી કરી, તે ઉપર વેલા ચઢાવવા, અને એવી રીતે કરવું કે એમાં જવા રાખેલ ભાગમાં સામેથી ન જવાતાં તેની બાજુમાં થઈને અંદર જવાય. એમ કર્યાથી એ રક્ષકગૃહમાં સામો એટલે ઉત્તર તરફને પણ પવન જોરથી જઈ શકશે નહીં.
એ ગૃહમાં નાહાના મોટા જુદા જુદા આકારના જમીનથી ચઢીઆતા ડુંગર જેવા, અગર તેને મળતા આવે તેવા તક્તા કરી તેમાં નાહાના મોટા કાળા, ઘેળા વિગેરે રંગના પથર ગેઠવી તે વચ્ચે કઠણ જાતનાં ફર્નસ, કેસીન તથા એવાં રંગ બેરંગનાં ઝાડ વાવવાં. એ તતાઓ વચ્ચે આશરે ચાર ફુટ પિહોળા રસ્તા, તે ઉપર ફર્યાંથી એ તકતાનાં તથા રક્ષકગ્રહ માંહેલાં તમામ ઝાડો વિગેરેની શોભા જોઈ શકાય એવી રીતે કરવાં. વળી એ રસ્તા ઉપરથી એમાંનાં ઝાડને પાણું દેવાને
For Private and Personal Use Only