________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૫ ) પછી તેનાં થડને છાંણુ ભાટી, જમીન ઉપર ગાર કરવા માટે જેવી તૈયાર કરે છે તેવી તૈયાર કરી, તેને લેપ દે.
બીજી રીતે બંધ કરેલ પેટી આવેથી તે પણ ઉપર જણાવ્યા મુજબ એક અંધારી ભિની હવાવાળી જગ્યામાં લઈ જઈને ઉધાડવી. એમાંથી એક એક ઝાડ કાઢી કુંડમાં સુકી માટી નાંખી તેમાં વાવવાં. એ કુંડાને ઝાડ વાવ્યા પછી સાત આઠ દિવસ સુધી બિલકુલ પાણી દેવું નહીં. એ ઝાડોનાં કુંડાંના ઉપરના ભાગ ઉપર એટલે થડ અને માથા ઉપર દરરોજ પિચકારીથી ત્રણવાર પાણી છાંટવું પણ એ પાણું એનાં મૂળ ઉપર જવા દેવું નહીં. એ ઝાડનાં કુંડાં જે અંધારી જગ્યામાં મૂક્યાં હશે તે જગ્યાને તળિયે અને આજુ બાજુમાં દિવસમાં બે ત્રણવાર પુ- " કળ પાણી છાંટી ત્યાં ભિની અને ઠંડી હવા રેહે એવી રીતે કરવું. કુંડમાં ઝાડ વાવ્યા પછી સાતમે આઠમે દિવસથી તે કુંડાંને થોડું થોડું પાણી દરરોજ દેવું. એ ઝાડ ફુટ કરવા લાગે એટલે તેને દરરોજ એકવાર પુષ્કળ પાણી દેવું જોઈએ, અને એ કુંડાં અજવાળામાં લાવવાં પણ એ ઝાડ જેરમાં ઉગવા લાગે ત્યાં સુધી તેના ઉપર સૂરજને તાપ પડવા દેવે નહીં.
For Private and Personal Use Only