________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ ) હિંદુસ્થાનમાં કેળાની જુદી જુદી ઘણું જાતે છે, પણ તેની ચક્કસ સંખ્યા હજીસુધી મુકરર થઈ નથી. બ્રહ્મદેશમાં એની ત્રીશ જાતે છે, અને સિલોન બેટમાં જુદી જુદી દશ જાતની કેળો છે. પેદાસે ઘઊં કરતાં પણ કેળ ઘણે દરજજે ચડીઆતી છે. ખ્યાન હ લ્ડટસે કેટલાંક વર્ષ પહેલાં એવું પ્રસિદ્ધ કર્યું હતું કે, ઉષ્ણ દેશમાંની સારી જમીનના એક એકરમાં કેળનું વાવેતર કર્યું હોય તે તેમાંથી તેજ જાતની જમીનના ૧૪૪ એકરમાં ઘઊંનું વાવેતર કર્યાથી જેટલો પિષક પદાર્થ મળે છે તેની પેદાશ બરાબર છે. સદરહુ વાત પ્રથમ ઘણા લોક અતિશયોક્તિવાળી ગણતા હતા, પણ હાલ તેમ કઈ ધારતા નથી. તાજેતરના અનુભવથી એવું સિદ્ધ થયું છે કે, ૧૬ ૦૭ ચોરસ ફુટ સારી જાતની જમીનમાં કેળનું વાવેતર કરવામાં આવે છે તેમાંથી દર વર્ષે ૪૦૦૦ પાઉન્ડ પિષક પદાર્થ પેદા થાય છે, અને તેના ઉપર આશરે ૫૦ માણસને ગુજારો ચાલી શકે છે. એટલીજ જમીન ઉપર ઘઉં વવાય તો તેની પેદાશથી ફક્ત બે માણસનો નિભાવ થાય છે.
દક્ષિણ અમેરિકામાં કેળાં સુકવી તેને લોટ કરી તેની એરારૂટ માફક કાંછ કરે છે અને એ લોટનાં “બીસકીટ” પણ કરે છે. કેળામાં સાકર હેય છે તેથી તે ૨૦ અગર ૩૦ વર્ષ સુધી બગડ્યા શિવાય રહી શકે છે. કેળાંના ૧૦૦ ભાગમાં સુકેલ પિષક પદાર્થ ૨૭ ભાગ મળી આવે છે. બટાટાના ૧૦૦ ભાગમાં ૨૫ ભાગ એવો સુકેલ પિષક પદાર્થ હોય છે. એક સો ભાગ કેળામાં નિચે લખેલ પ્રમાણમાં જુદા જુદા પદાર્થ હોય છે એવું રસાયણ કિ. ચાના અનુભવથી સિદ્ધ થયું છે.
For Private and Personal Use Only