________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) ભાટે લેવામાં આવે તો તે આંખે પાસે સડી જાય છે. એના કોઈ રેપ થાય તે તે ફેરવ્યા પછી જલદી મોટા થાય છે અને એનાં ફળમાં પરાની જમાવટ થયા પહેલાં તે ખરી પડે છે અને એ ઝાડ અર્ધ ઉમ્મરે પહોંચી મરી જાય છે. ઘણી ઉમ્મરનાં ઝાડનાં ફળ વાવ્યાથી તેનાં ઝાડ નબળાં થાય છે અને તેને સારાં ફળ બેસતાં નથી.
રોપા કરવા માટે પસંદ કરેલાં નારિએળ ઝાડ ઉપરથી ઉતાયા બાદ એકથી દોઢ માસ સુધી પડતર રાખવાં. તે પછી એ માટે તૈયાર કરેલ જગ્યામાં વાવવાં. ઝાડ ઉપરથી ઉતારી તુરત વાવવામાં આવે તે એના ઉપરનું કોતરૂ તથા આંખ સડી જાય છે અને તે ઉગતાં નથી. કદી ઉગે છે તે તેનું ઝાડ - બળું થાય છે. એ એક મહિને પડતર રહ્યાથી તેના ઉપરનું ફતરૂં કઠણ થાય છે અને જલદી સડતું નથી. એ વાવવાનાં ફળ લાંબી મુદત પડતર રહ્યાથી એમાંનું પાણી સુકાઈ જાય છે અને તેની આંખ ઉપરનું તરૂં ખરી જાય છે અને તેની આંખ પાણીથી અને વર્ષથી સડી જાય છે અને તે ઘણું કરીને ઉગતાં નથી. કદી ઉગે તે તેને મૂળ આવ્યા પહેલાં એની અંદર પાણી ન હોવાથી પિષણ મળતું નથી તેથી તે ભરી જાય છે.
એનાં ફળ વાવી રેપ તૈયાર કરવા માટે ચડીઆતી જમીન, જેમાં પાણી ભરાઈ રહે નહીં એવી પસંદ કરવી. એ જમીન આશરે બે ફુટ ઊંડાઈમાં ખાદી તેમાંના પથ્થર, કાંકરા તથા બીજાં ઝાડનાં મૂળ હશે તે કાઢી નાખવાં. બાદ એમાં દેઢ દોઢ ફુટને છેટે ચ કરી તેમાં રાખ અને મીઠું ભેળવી
For Private and Personal Use Only