________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ ) રહુ બીજ વાવવા માટે ગેડન મેકલવામાં આવ્યાં હતાં. મી. ઘટવડેકરના કહેવામાં એ બીજ વાવ્યા પછી ઉગવાને ચાર મહિનાજેશે.
મનીલા જાતનાં જે અતિ મજબૂત અને કિંમતી દોરડા થાય છે તે એક જાતની જંગલી કેળાનાં તંતુનાં જ બનાવેલ હોય છે.
અમેરીકાના લોકો કેળાંને રમ જાતને દારૂ કરે છે. તે કરવાની રીત ઘણું સહેલી છે. સાવ પાકેલા કેળાની છાલ ઉતારી તે એક થાળીમાં એક ઉપર એક એ મુજબ ઢગલે કરી ચાર પાંચ દિવસ મૂકે છે. પછી એ થાળીમાં જે પાતળે પદાર્થ એ કેળાંમાંથી નિકળી ભેળે થાય છે, તે બાટલીમાં ભરી રાખે છે અને તેજ એ રમ દાર. એ રમ જે વધારે પીવાય તે તેને કેફ બે ત્રણ દિવસ સુધી ઉતરતો નથી એમ કહે છે.
કેળાંને વળી સરકે પણ થાય છે. એ સરકે કરવાની રીત એવી છે કે, એક લાકડાનું ખુલ્લાં વાળું પીપ લઈ તેને માથે વાંસને અગર નેતરને સુંડલો મૂકવો. અને એ સુંડલામાં પાકેલ કેળાં ભરવાં. પછી સુંડલામાંથી તેમાં ભરેલ કેળાને રસ નિચેના પીપમાં ટપકે છે અને તેની મેળે એ પીપમાં તેને સરકો બને છે. એમાં પાણી નાખવાની બિલકુલ જરૂર નથી.
દક્ષિણ અમેરીકામાં કેળાંના લોટની આરારૂટ માફક કાંજી બનાવે છે એવું ઉપર જણાવ્યું છે. એ કેળાંના લોટની કાંજી આરારૂટ કરતાં વધારે સ્વાદિષ્ટ અને વધારે પિષ્ટિક હોય છે, પણ એ લોટ આરારૂટ કરતાં વધારે મેં પડે છે તેથી તે ફક્ત થોડા લેક વાપરે છે. એ લોટ વેંચવા માટે યુરોપમાં ઘણો મોકલાય છે.
For Private and Personal Use Only