________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩ ) હિંદુસ્થાનમાં કેળાંની ઘણી જાતો છે, તેમાંની મુખ્ય જાતનું વર્ણન આ નિચે આપવામાં આવે છે. (૧) સોન કેળ–એનું થડ ઘણું ઊંચું અને નબળું હોય છે. પાન
પાતળાં અને મોટાં હોય છે. કેળાની છાલ પાતળી અને પીળા રંગની હોય છે. કેળાં ઘણાં નાહાનાં અને સિલિંડરના આકારનાં હોય છે. એ એક ઉત્તમ જાતનાં કેળાં છે. એને સુરતી કેળાં પણ કહે છે. એ ઓથવાળી જગ્યામાં
વાવવી જોઈએ. (૨) રાય કેળ–એનું થડ ઘણું મજબૂત અને સાધારણ ઉંચાઈનું
હોય છે. પાનની વચલી ડાંડલી અને કિનારી રાતા રંગની હોય છે. અને કેળાં ગોળ, લાંબાં અને મોટાં હોય છે, અને તે ઉપરની છાલ રાતી હોય છે. એ કેળો જે જમીનમાં લોઢાનો કાટ હોય છે તેવી પીળી જમીનમાં ઘણી
સારી થાય છે. વસઈ નજીક એ ઘણી થાય છે. (૩) કહેરપાત કેળ–એ કેળો પુના જીલ્લામાં જુન્નરમાં ઘણું સારી
થાય છે. એનાં ફળ ઘણું સ્વાદિષ્ટ અને મધુર હોય છે. ઉની રોટલી ઉપર એનો ગર મૂક્યાથી તે માખણની મા
ફક ઓગળે છે એમ કહે છે. (૪) કાળી કેળ–એનું ઝાડ મધ્યમ કદનું હોય છે. પાન ટુંકાં અને
સાંકડાં હોય છે. ફળ નાહાનાં અને ગોળ હોય છે અને તે
સ્વાદે સારાં હોય છે. (૫) અંબેલ કેળ––એનાં કેળાં ઘણાં સ્વાદિષ્ટ અને નરવા થાય છે.
તાવવાળા માણસે પણ એ ખાધાથી અપકાર થતો નથી એમ કહે છે. એનાં કાચાં કેળાનું શાક પણ માંદા માણસને નરવું ગણાય છે.
For Private and Personal Use Only