________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ ). (૬) લીલી લેટણ કેળ–એ કેળનું ઝાડ બીજી કેળાથી ઊંચા
ઇમાં આશરે અર્થ થાય છે. એનાં પાન ઘણું મોટાં, જાડાં અને કાળાશ પર લીલા રંગનાં એક ઉપર એક, એક બીજાથી સાવ નજીક એવાં હોય છે. કેળાંની લુમ ઘણી જ મોટી હોય છે. એક લુમમાં કેળાં ઘણું કરીને એક સરખા કંદનાં જ હોય છે. એ કેળાં લંબાઈના પ્રમાણમાં પાતળાં હોય છે અને એ પાકે ત્યારે તેની છાલ લીલા રંગની વટાણાની છાલના રંગની હોય છે. એ કેળાં ઝાડ ઉપર પાયા શિવાય ખવાતાં નથી. અને પાડા
પછી તે ઝાઝીવાર ટકતાં પણ નથી. (૭) બટાટી કેળ–એવું થડ ઊંચું અને મજબૂત હોય છે.
કેળાં તરધારાં હોય છે અને તેની છાલ જાડી પીળા
રંગની હોય છે. (૮) લોખંડી કેળ–એ આશરે દશ ફુટ ઊંચાઈમાં થાય છે. એનું
થડ રતાશવાળા રંગનું અને મજબૂત હોય છે. પાન મેટાં અને જાડા હોય છે. કેળાં લાંબાં અને મોટાં થાય છે તે ઉપરની છાલ સાધારણ જાડાઈની પીળા રં
ગની હોય છે અને એ કેળાં સ્વાદે ઉમદાં હોય છે. (૮) ગુજ કેળ--એનું ઝાડ આશરે છ ફુટ ઊંચું થાય છે અને થડ
લીલા રંગનું અને મજબૂત હોય છે. એનું ફળ ગોળ
અને લાંબું હોય છે પણ સ્વાદે ઉતરતું હોય છે. (૧૦) લોટણ કેળ–એને “ચાઈનીજ બનાના” કહે છે, એનું ઝાડ
ઘણુંજ નાહાનું થાય છે, અને કેળાં સ્વાદમાં સારાં હતાં નથી,
For Private and Personal Use Only