________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ ) લુમખામાં પ્રથમ ફૂલ ઘણાં હોય છે. તેમાંથી કેટલાએક તેને ફળ બેઠા પહેલાં જ ખરી જાય છે અને બાકીનાને ફળ બેસે છે. માફક જમીનમાં સારાં નારિઓળીનાં એક ઝાડના લુમખામાં દશથી વીશ સુધી ફળ આવે છે અને એવા લુમખા બાર - હીને દશથી બાર સુધી આવે છે; એવાં એક સારાં ઝાડને બાર મહીને એકસોથી બસો ચાલીસ સુધી નારિએળ આવે છે. એ ઉપરથી નારિઓળીનું વાવેતર માફક જગ્યામાં કેટલું બધું કિફાયત ભરેલું થાય છે તેની ખાત્રી થશે.
કાઠીઆવાડમાં ભાવનગરના મહારાજા સાહેબે મહુવા નજીક નારિઓળીનું મોટું વાવેતર કર્યું છે અને તે એ સંસ્થાનમાં એક મેટી ઉપજની બાબદ થઈ પડી છે. અને એથી મહારાજા સાહેબે કાઠીઆવાડના બીજા સંસ્થાને એક સારે દાખલ આપ્યો છે. ભરોસો છે કે બીજાં સંસ્થાને એનું અવલંબન કરશે. કાઠીઆવાડમાં એવી એના વાવેતર માટે બીજે ઘણે ઠેકાણે માફક જમીન છે, ત્યાં એનું વાવેતર દાખલ કર્યાથી ઘણો ફાયદો થવાનો.
દેશમાં પામની જાતનાં ઝાડ છે, તેમાં નારિઓળીનું ઝાડ અતિ ઉપયોગી અને ઘણું ભાવાળું છે. નારિઓળીનાં ઝાડનો દરેક ભાગ ઘણો ઉપયોગી છે તેમાં એનું ફળ તો અતિ ઉપયોગી છે. નારિઓળીનાં ફળને શ્રીફળ પણ કહે છે. તે હિંદુ લોકમાં દરેક શુભ પ્રસંગે કામ આવે છે. નારિઓળીનાં ઝાડને સંસ્કૃત પુસ્તકોમાં કલ્પતરૂ (સર્વ ઇચ્છા પાર પાડનારું ઝાડ) એવી કોઈ કોઈ વખત સંજ્ઞા આપે છે. એનું થડ તથા ડાળીઓ ગરીબ લોકન ઈમારતના કામમાં આવે છે. એનાં પાન
For Private and Personal Use Only