________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ ) કેળાંની લુમમાં જ્યારે એક બે કેળાં પાકે ત્યારે એ લુમ ઝાડ ઉપરથી ઉતારી લઈ તે પાકવા માટે સુકી અને ઉષ્ણ હવાવાળી કોટડીમાં ટિંગાડી રાખવી. કેટલાએક બાગવાનું લોક એ લુમની ફણે કાઢી તે નાંદમાં દાબામાં પાકવા સારૂ નાંખે છે, અને કેટલાએક બાગવાન તે એ દાબામાંનાં કેળાં જલદી પાકવા માટે દેવતાની આંચ આપે છે. એવી રીતે કેળાં જલદી પાકે છે ખરાં, પણ તેનો સ્વાદ ઓછો થાય છે. કેટલાએક લોક કેળાં પકવવા ચોખામાં નાખે છે, અને કેટલાએક દેશમાં કાચાં કેળાં ઉપર તે જલદી પકવવા માટે ચુનાને લેપ દેય છે. લુમ ઉતારી લીધેલ કેળના ઝાડનું થડ લુમ ઉતારી લીધા પછી જમીન ઉપર બરાબર કાપી નાખવું જોઈએ. એવાં થડનાં તંતુ કાઢયાથી ઘણો ફાયદો થવાને, પણ દલગિરી છે કે આપણે દેશમાં એવાં થડને જોઈએ તેવો કોઈ ઉપયોગ કરતું નથી.
કેટલાએક અનુભવી અને વિદ્યાનું યુરોપિયન ગૃહ પાસેથી સાંભળ્યું છે કે એક જગ્યું, એટલે એક બીજાની નજીકમાં, એક જાતથી વધારે જાતની કેળો લગાડવી નહીં. કારણ તેમ કર્યાથી તેની જાત હીણી થાય છે. પ્રથમ એ વિશે સાંભળ્યું ત્યારે એ વાત જરા નવાઈ જેવી લાગી હતી, પણ પાછળથી એ વાત બગીચાની માહિતી ધરાવનાર ઘણા યુરોપિયન ગૃહસ્થ જાણે છે એવું માલુમ પડ્યું હતું.
કેળાંની ઘણી જાત છે. તેમાંથી કોઈ જોતનાં કેળાં અંગુઠા જેવડાં નાહાનાં હેય છે, બીજી જાતનાં મોટાં હોય છે. આપણું દેશમાં મોટામાં મટી જાતનાં કેળાં દશ ઇંચથી વધારે લાંબાં જેવામાં નથી. પણ મી. સીમાંડસ તેના ટ્રાફીકલ અગ્રીકલચરમાં લખે છે કે, ફીલીપાઈન્સ બેટના ડુંગરોમાં એક જાતનાં કેળનાં ઝાડ છે.
For Private and Personal Use Only