________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૭ ) કેટલાએક લોક ચેરના બદલામાં કયાર કરી તેમાં ઉપર જણાવેલ રીતે ખાડા કરી કેળો રેપે છે.
કેળો વાવ્યા પછી તેને તુરત ભરપુર પાણી દેવું જોઈએ અને તે પછી તેને નવાં પાન ફુટતાં સુધી દરરોજ અગર એક્રાંતરા પાણી જોઈએ. પાન ફૂટયા પછી એથે અગર પાંચમે દિવસે કેળાને પાણી જોઈએ. માસામાં પણ કેળને કોશનું પાણ ફાયદાકારક છે.
કેળના તકતામાં કેળો સાથે સોપારીનું, બુંદનું, મરીના વેલાનું અગર નાગરવેલના પાનનું વાવેતર ઘણું સારું થઈ શકે છે. કેળો નવી વાવેલ હોય છે ત્યારે તેના વચ્ચે જ હોય છે, તેમાં મકાઇ, સુરણ, ભીંડા વિગેરે સારાં થાય છે.
કેળના તતાકામાં ઘાસ ઉગે ત્યારે તે નિંદાવીને કઢાવવું જોઈએ અને એ તતા મહિને દેઢ મહિને કેદાળીથી ગાડવા જેઈએ. કેળાને દર ચોથે મહિને છાણ અને રાખનું ખાતર થડ દીઠ સુંડલો દેવું જોઈએ. કદી દર ચોથે મહિને એ પ્રમાણે ખાતર દેવાની ત્રેવડ નહીં હોય તે ચોમાસામાં તે બે સુંડલા થડ દીઠ જરૂર દેવું જોઈએ. પાયખાનાનું ખાતર અને એરડીના ખોળનું ખાતર કેળને ઘણું ગુણકારી છે. એ ખાતર દેવા માટે ચોમાસાની મોસમ ઘણી સારી છે. બળને ભુકો કરી તે કેળના થડમાં નાખો.
કેળાના પડખામાં એટલે તેનાં થડની બાજુમાં ઘણાં પીલાં ઉગે છે તેમાંથી દરેક કેળના થડ પાસે ત્રણ ત્રણ રહેવા દઈ બાકીનાં વધારે ઉગતાં માલુમ પડે ત્યારે તેને તુરત નાશ કરવો જોઈએ.
For Private and Personal Use Only