________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ )
ભાગ.
તેલ
ભાગ. પાણી ૧૪
ખાંડ સ્ટાર્ચ ગુદ ૪
અલખ્યુંમેન ૪. તંતુ ૪૩ રાખ ૪
કેળનું ઝાડ ઘણું કરીને બાર મહિને પકવ દશાએ આવે છે અને તેને તેલમાં ૨૫ થી ૪૦ પાઉન્ડ કેળાંની લુમ આવે છે. એક કેળના થડમાંથી ચાર પાઉન્ડ તેલના તંતુ નિકળે છે. અને એક એકર જમીનમાં કેળનું વાવેતર કર્યું હોય તો દર વર્ષે તેમાંથી તોલમાં ૬૦૦૦ પાઉન્ડ તસુ નિકળી શકે છે. એ તંતુ કાગળ, કંતાન અને દોરડા બનાવવાના કામમાં આવી શકે છે. કેળનું ઝાડ પડવા દશાએ પહોંચ્યા પહેલાં તેના તંતુ વધારે સારા હોય છે. ચિનીલોકે કેળનાં નાનાં ઝાડના કાગળ બનાવે છે. કેળના થડનાં માથાં કાપાથી જે રસ નિકળે છે તેની ઉંચી જાતની શાઈ બને છે. એ શાઇને અંગ્રેજીમાં “માગ ઈક” કહે છે. એના થડને રસ નિકળે છે તે કપડાં રંગવામાં કેટલીક જગ્યે વપરાય છે, અને તે ઔષધી કામમાં પણ આવે છે. આપણા દેશમાં કેળનાં સોપટાંની રાખ રંગના કામમાં વાપરે છે. કેળનાં પાન આપણું દેશમાં થાળીના બદલામાં જમવાના કામમાં લેય છે. એ પાન પાકિંગમાં કાગજની જગ્યે ઘણું દેશમાં વપરાય છે. દક્ષણી લોક એના ફૂલનું એટલે પિટાનું અને ગાભાનું શાક કરે છે. ચિની લોકો એ પોતાનું અથાણું કરે છે. જાવામાં એક જાતની જગલી કેળો છે તેના રસમાંથી લાખ થાય છે. એક કેળમાંથી બે આંસ લાખ મળે છે. એના ફળને એટલે કેળાંનો ઉપયોગ તો જગ જાહેર છે. એ રીતે કેળનાં ઝાડ માણસનાં શરીરને અને મનને ખેરાક પુરો પાડે છે.
For Private and Personal Use Only