________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાડની ચઢાવી હોય તે અસલનાં ઝાડને જેવાં ફૂલ ફળ આવતાં હશે તેવાજ આવશે. ઊંચી જાતનાં આંબાને વધારે એ જ રીતથી કરવામાં આવે છે. (આકૃતિ ૨૦ જુઓ.).
એ કલમ ચઢાવવાની બીજી રીત એવી છે કે એ રોપા વચેવચ જયાં કલમ મઢાવવી હોય ત્યાં ચીરે કરી તેમાં એ ડિગાળીની બન્ને બાજુની છાલ (જેટલામાં એ ચીરામાં તે આવે તેટલામાં) તેને સેજસાજ લાકડાના ભાગ સાથે છોલી બેસતી કરવી અને તે ઉપર પ્રથમ લખ્યા મુજબ કપડું લપેટી સુતળી બાંધવી. એટલે એ બાંધેલ જગ્યે એ રોપે અને તેમાં બેસાડેલ ડિગાળી એકજીવ થશે, અને એ પ્રમાણે એને એકછવ થાય ત્યારે એ ડીગાળી તેના અસલના ઝાડથી છોડવી જુદી કરી પ્રથમ લખ્યા મુજબ એ કુંડું છાંયામાં મુકવું. ફર્ણ અગર પીલાથી ઝાડને વધારો કરે.
PROPAGATION BY DIVISION OF SUCKERS.
ગુલદાવદી, મેલીંગટોનીઆ, ફર્નસ, કેળા, તથા એવાં બીજા ઝાડે જેના પડખામાં ફણ અને પીલા કુટે છે તે જુદા કરી વાવ્યાથી નવાં ઝાડ થાય છે. કેબી તથા તેલ-કેલના થડ ઉપર જે પીલા ફુટે છે તે જુદા કરીને વાવ્યાથી પણ તેને વધારે થાય છે.
પાંદડાં વાગ્યાથી વધારે કરવાની રીત.
PROPAGATION BY PLATING LEAVES. બિગોનીઆ, ફિટોનીઆ તથા એવાં બીજાં કેટલાં એક જાતનાં ઝાડનાં ફક્ત પાંદડા વાવ્યાથી એ પાંદડાંમાંથી નવા સારી
For Private and Personal Use Only