________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
તેમાં તેનાં મૂળ જેવાં પ્રથમની જગ્યામાં હતાં તેવાંજ રાંખવાં, કોઇ મૂળ કચરાઇ ગયું હશે. તેા તે નવા ખાડામાં લગાડ્યા પેહેલાં તીક્ષ્ણ ચાકુથી કાપવાં જોઇએ. એ ખાડામાં જે ખાલી જગ્યા રહેશે તે સારી જાતની માટી થોડી થોડી નાંખી હળવે હાથે પ્રખી ભરવી. મૂળ ઉપર અગર તેન ડેડ ખાતર નાંખવું નહીં કારણુ તેની ગરમીથી એ નવાં ફેરવેલ ઝાડને નુકસાન થવાનું. ખાતર દેવાનું તે એ ખાડામાં દાખની પુરતી જે ખાલી જગ્યા હાય છે. તેમાં દેવું.
ઝાડા તથા ાપા જમીનમાંથી એક જગ્યેથી બીજી જગ્યે ફેરવવાના તેના જે ભાગ પ્રથમની જમીનમાં જે દિશા તરફ્ હશે તે ભાગ નવી જમીનમાં તેજ દિશા તરફ રહે તેમ કરવું જોઇએ. એ પ્રમાણે ન કરવામાં આવે તે ઘણી વખતે નવા ફેરવેલ રાષા અને ઝાડે મરી જાય છે. એનું કારણ એ છે જે, પ્રથમની જગ્યામાં એ ઝાડેાના જે ભાગ ઉપર સખત તાપ નહીં આવતા હેાય તે ભાગ નવી જગ્યામાં સખત તાપવાળી ભાજીમાં આવ્યાથી, તે એકદમ એ સખત તાપ સહન કરી શકતાં નથી અને તેથી એવી રીતે ફેરવેલ ઝાડા મરી જાય છે.
જે ઝડેા અને રાષા આધવાળી અગર છાંયાવાળી જગ્યામાંથી ખુલી જગ્યામાં ફેરવવામાં આવે છે. તે માટે વધારે સભાળ લેવાની જરૂર છે. એવાં ફેરવેલ ઝાડા ઉપર તે નવી જગ્યામાં સારી રીતે જામે ત્યાં સુધી છાંયા કરવા જોઇએ. અને તે નવી જગ્યામાં જામ્યા પછી તે છાંયા ધીમે ધીમે આ કરી કાઢી નાંખવા.
For Private and Personal Use Only