________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) તે એ કપિલ જગેથી તેને ઘણે રસ નિકળી જવાન અને તેથી ઝાડને નબળાઈ આવવાની. બીજા પ્રકારનું સેરવાનું કામ એટલે ડાળીઓને અંકુર કાપવાનું કામ ઝાડ જેરમાં ઉગતાં હોય ત્યારે કરવાનું છે.
ઝાડની ડાળીઓ સેરવા વિશે એક ચેકસ નિયમ બાંધી શકાય નહીં. કેટલાએક જાતનાં ઝાડની ડાળીઓ વિશેષ રીતે એટલે સ્પેશીઅલ રીતે સેરવી પડે છે. જેમ ગુલાબ ઘણી જાતના છે, તેમાંથી કેટલાએકની ડાળીઓ થડથી કાપવી પડે છે, કેટલાએકની થડથી ત્રણ ચાર આંખ રાખી કાપવી પડે છે, કેટલાએકની અધવચ્ચાળેથી કાપવી પડે છે અને કેટલાએકના તો છેડાજ કાપવા પડે છે. લીલા ગુલાબનું ઝાડ તે બીલકુલ સરવું પડતું નથી. એને સરવાથી ઉલટું નુકસાન થાય છે અગર તે મરી જાય છે.
જે જે ઝાડને એ પ્રમાણે વિશેષ રીતે સોરવાની જરૂર છે, તે બાબતની માહિતી એવાં ઝાડના મથાળા નિચે આપવામાં આવી છે. માટે અહિં ફક્ત સાધારણ રીતે ડાળીઓ શી રીતે સેરવી તે જણાવવાનું છે.
પ્રથમ જણાવ્યા મુજબ ઝાડ જ્યારે આરામમાં હોય તે મોસમમાં તેની મરી ગયેલી તથા નબળી ડાળીએ તે તમામ કાપી નાંખવી જોઈએ. બીજી જે વધારાની એટલે એક બીજાને અડતી અગર એક બીજા ઉપર ભટકતી જે ડાળીઓ હોય તે પણ કાપી નાંખવી, એટલે એ ઝાડમાં હવા અને સૂરજને તડકાને ખુલાસોથી પ્રવેશ થઈ એનાં ફૂલ અને ફળમાં સુધારે અને વધારે થશે, તેમજ એથી કરી ઝાડને દેખાવ પણ સુધરશે.
13.
For Private and Personal Use Only