________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીણું ફળ આવતાં જાય છે. તેથી ઝાડને સારાં અને વધારે ફળ લાવવા માટે એ કાષ્ટ મૂળાનું જોર ઓછું અને ફળતંતુનું જોર વધારે કરવું જોઈએ અને તેટલાજ માટે કાષ્ટમૂળ સેરવાં પડે છે. એ મૂળ કાપવાથી ઝાડને નુકસાન થતું નથી.
(૩) દયાપરૂટ એટલે જે મૂળ જમીનમાં સીધાં જાય છે તે એ મૂળ જેમ ઘરડાં માણસને ઉભું રેહેવાને લાકડી એ ટેકો અને આધાર હોય છે તેમ ઝાડને ઉભું રાખવાને ટેકે છે, અને તેફાનવાળા પવનની સામે એ ઝાડનો એ બચાવે છે. એ સિવાય એનું બીજું કામ નથી. એ મૂળ જમીનમાં ઘણું ઉડાં જાય છે.
પહેલા પ્રકારનાં મૂળને જરા પણ સરવાં અગર કાપવાં નહીં. એ કપાય તે ઝાડને નુકસાન પહોંચે છે અને વખતે ઝાડ મરી પણ જાય છે. એ મૂળ ઘણાં નાજુક હોય છે અને તે ઝાડને ફળ લાવવા માટે અવશ્યનાં છે. ત્રીજી જાતનાં મૂળ પણ સેરવાની જરૂર નથી. ફક્ત બીજી જતનાં એટલે કાષ્ટમૂળ સેરવાની જરૂર પડે છે. એ કાષ્ટ મૂળથી ઝાડ ઉપર ફળ આવવામાં કોઈ રીતે પ્રત્યક્ષ મદદ થતી નથી એટલું જ નહીં પણ એનું જ્યારે હદ ઉપરાંત જેર થાય છે ત્યારે ફળતંતુ નબળા પડે છે અને તેથી એ ઝાડને ફળ હણ અને ચેડાં આવે છે, અગર બિલકુલ આવતાં નથી. માટે એ કાષ્ટમૂળનું જોર તેને સોરી હદમાં રાખવું જોઈએ, અને ફળતતુનું જોર વધારવું જોઈએ. એમ થવાથી લાકડામાં પિપણ ઓછું જશે અને ફળતંતુનું જોર વધ્યાથી એ ઝાડને ઘણાં અને રસ ભરિત સારાં ફળ આવશે.
એ કાષ્ટમૂળ જે ઝાડનાં સેરવાનાં, તે ઝાડ જે નવું અને નાહાનું હોય તે તેને ફળતંતુ થડથી ઘણું કરીને ચાર પાંચ ઈ
For Private and Personal Use Only