________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાવવાં જોઈએ. કાજે પટ તેલના ઝાડના બીજ હાથે વાવ્યાથી ઉગતા નથી, ઝાડ ઉપરથી બીજ જમીન ઉપર ખરી તેની મેળે ઉગે છે.
કયાસીઓકીનાં બીજ ગરમી શિવાય સારાં ઉગે છે. આરકીડ એટલે રૂકશાંગનાં બીજને ઉગવા માટે બુચ ઉપર રાખી તે બુચ પાણીમાં તરતું રાખવું જોઈએ અને તે ઉપર હેડી અગર કાચની કેમ ઢાંકવી જોઈએ, અગર તે બીજ એક છાલ ઉપર વાવી તે છાલ ભેજવાળી જગ્યા, જ્યાં ઉકળાટ થતો હોય ત્યાં ટીંગાડી રાખવી જોઈએ. મીસલ એટલે જે છેડ પીપર, આંબા વિગેરે ઝાડની ડાળી ઉપર ઉગે છે તે. એનાં બીજ કોઈ ઝાડની ડાળીની માહેલી બાજુની છાલ ઉપર વાવવાં જોઈએ. ફસનાં બીજ કુંડામાં રૂપિરી રેતીમાં વાવી તે ઉપર હંકી ઢાંકી તે કુંડું ભેજવાળી અને છાંયાવાળી જગ્યામાં રાખવું જોઈએ એટલે એ બીજ ઉગી આવશે,
બગીચામાં વાવવા માટે બીજ મેળવવા વિશે મી. ફરમીંજર નિચે મુજબ સૂચન કરે છે.
નાહાનાં ઝાડ અને પુલ ઝાડ ()-એ મહેલાં ““ઘણુનાં બીજ ઝાડ ઉપર પાકે એટલે ભેગાં કરી સુકવી રા
ખવાં. પણ કેટલાએકનાં બીજ ઘણુંજ ઝીણાં અને નાજુક હોય છે અને કેટલાએક ઝાડના બીજ ઝાડ ઉપર પાકતાંત નિચે ખરી જાય છે તેથી એવાં બીજની જે પ્રથમથી જ સંભાળ ન રખાય તો તે હાથ આવતાં નથી. માટે એવાં ઝાડનાં બીજ મેળવવાને સેહેલો માર્ગ એ છે કે, એવાં ઝાડનાં બીજ જ્યારે પાક ઉપર આવે ત્યારે તેની શીંગોને અગર બીજકોશ ફરતી ઝીણું મલમલની કોથળી બાંધી રાખવી અને બીજ પાકે એટલે નિરાંતે તે ઉતારી તેમાંનું બીજ કાઢી લેવું.”
For Private and Personal Use Only