________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલીએક જાતનાં બીજ પાક્યાં પછી અને વાવ્યાં પહેલાં કેટલીક મુદત સુધી રાખી મૂકવાં પડે છે. કેટલીએક જાતનાં બીજ ઝાડ ઊપર પાયા પછી તુરત વવાય તેજ ઉગે છે અને કેટલાંક બીજ મેડાં વવાય તો જ સારાં ઉગે છે. સકલ્યામેનનાં બીજ પાકે કે તુરતજ વાવવાં જોઈએ. બુંદનાં, બકાણનાં, લિંબુની જાતનાં તેમજ ફણસનાં બીજ અને આંબાની ગોઠલી પાડયા પછી ટુંક મુદતમાં વવાય તોજ ઉગે છે. એ વધારે મુદત રાખવાથી તેમને ગાષ સુકાઈ જાય છે અને તે ઉગતાં નથી. ઘણી જાતનાં બીજ જમીનમાં વાવ્યા પછી તેને જોઇતાં સાધને મળે તે ચેડા દિવસમાં તે ઉગી આવે છે. પણ કેટલીએક જાતનાં બીજ ઉપર કઠણ વેઝણ હોય છે તેથી તે વેષણના અંદરના બીજને ભિનાસ જલદી પહોંચી શકતી નથી તેથી તે ઉગવાને ઘણું મુદત લાગે છે. અને એવાં બીજને તેના કઠણતાના પ્રમાણ મુજબ વાવ્યાં પહેલાં કેટલાએક દિવસથી અઠવાડીઓ અને મહીનાઓ સુધી પલાળી રાખવાં પડે છે. કમળકાકડી, સુખડ તથા આમળાનાં બીજને થોડા દિવસ સુધી છાંણ પાણીમાં પલાળી રાખ્યા પછી વાવવાં પડે છે. ગુલમોરનાં બીજ તે કેટલાંએક અઠવાડીઆં સુધી છાંણ પાણીમાં રાખી વાવવાં જોઈએ. સાગ, હિકટેરીઆ-રિજીઆના બીજને તો વાવ્યાં પહેલાં મહીનાઓ સુધી પાણીમાં રાખવાં પડે છે. ગુલાબનાં બીજને પણ વાવ્યાં પછી ઉગવાને એક વર્ષ જોઈએ.
એવાં કઠણ વેeણુવાળાં બીજ જલદીથી ઉગાડવાની રીત ગાંડળના બેટયાનીકલ ગાર્ડનમાં શોધી કાઢી છે અને તે ફમંદીથી ઘણે ફેરે અજમાવી જોઈ છે. તે રીત એવી છે જે, એ કઠણ વેછણવાળાં બીજને તેને જે બાજુથી અંકુર યાને કે નિકળવાને
For Private and Personal Use Only