________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણું બાગવાને એ અને ખેડુએ એ વાત ધ્યાનમાં લેવી જોઈએ. એકલું મૂત્ર પ્રવાહી સ્થિતીમાં ખાતર તરીકે વાપરવું નહીં, તેમાં બે ભાગ પાછું મેળવી તે ખાતર તરીકે વાપરવાથી છેડને ઘણે ફાયદો થાય છે. મૂત્રનું ખાતર જે છોડને મળે છે તેના ઉપર મેલો તથા બીજી વાત થતી નથી. તાજું મૂત્ર વધારે ગુણકારક છે. એક ગ્રંથકાર લખે છે જે એક સશક્ત માણસનું એક શેર મૂત્ર ખાતર તરીકે ગાય બળદના છ શેર છાંપુના ખાતર જેટલું ફાયદાકારક છે.
(૪) ઘોડાની લાદ સાવ સડવા શિવાય ખાતર તરીકે વાપરવામાં ફાયદો નથી એટલું જ નહીં પણ તે નુકસાનકારક છે કારણ એમાં ગરમી ઘણું હોય છે. બે વર્ષની સડેલ લાદનું ખાતર કેટલાંક ફૂલઝાડને ઘણું ફાયદાકારક છે. કોટન તથા એવાં રંગવાળાં ઝાડને તે માફક દીધાથી તેના રંગ સારા ખિલે છે.
ઘેડાની લાદ ઘણી ગરમ છે પણ તેને સાવ પાતળો રેડ કરીને ફલ ઝાડને દીધાથી ફાયદો થાય છે. એને એ રેડ નુકસાન કારક નથી.
(૫) બકરાં તથા ગાડરની લીંડીનું ખાતર ઘણુજ કફવતવાળું છે. એ લીંડી ઘણી કઠણ હોય છે. તેથી તે ભાંગીને પાણીમાં અગર એક ખાડામાં સડવીને તેનું ખાતર ગુલાબ વિગેરે ફૂલ ઝાડને અપાય તે ઘણું ફાયદાકારક છે. એ લડીને ભુ કરી તેને પાતળે રેડ ગુલાબને કઈ કઈ વખત દીધાથી ઘણું સારી અસર થાય છે. ભાંગ્યા શિવાય લીંડીઓ ખાતર તરીકે વપરાય છે તેની અસર મેલ ઉપર ધીમી ધીમી થાય છે.
For Private and Personal Use Only