________________
ઉપદેશપદ : ભાગ-૧ (અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– વિશેષણો વ્યવચ્છેદક અને સ્વરૂપબોધક એમ બે પ્રકારના હોય છે. તેમાં અન્યનો વ્યવચ્છેદ કરે અન્યને જુદું પાડે તે વ્યવચ્છેદક વિશેષણ છે. જેમકે નીલકમલ. અહીં કમળનું નીલ વિશેષણ રક્તકમલ અને શ્વેતકમલ વગેરે કમળોનો વ્યવચ્છેદ કરે છે. પણ ગરમ અગ્નિ. અહીં ગરમ વિશેષણ અન્ય અગ્નિનો વ્યચ્છેદ કરવા નથી, કિંતુ અગ્નિ ગરમ હોય છે એમ અગ્નિનું સ્વરૂપ બતાવવા માટે છે.)
નમીને મહાવીરને નમીને એટલે મહાવીરને પ્રશસ્ત મન-વચન-કાયાના વ્યાપારનો વિષય બનાવીને.
તેમના ઉપદેશથી– તેમના ઉપદેશથી એટલે મહાભાગ આદિ ગુણોના ભાજન એવા મહાવીરના આગમના અનુસારે. કેમકે છબસ્થને સ્વતંત્રપણે ઉપદેશ આપવાનો અધિકાર નથી.
સૂક્ષ્મ– સૂક્ષ્મ એટલે સૂક્ષ્મ પદાર્થોને જણાવનાર હોવાથી તીક્ષ્ણ બુદ્ધિથી જાણી શકાય તેવાં.
ભાવાર્થસારયુક્ત- ભાવાર્થ એટલે દમ્પર્ધ=નિચોડ. સાર એટલે પ્રધાન મુખ્ય. ભાવાર્થ એ જ સાર તે ભાવાર્થસાર. પદાર્થ, વાક્યર્થ, અને મહાવાક્યર્થમાં પ્રધાન તે ભાવાર્થસાર. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- પદાર્થ, વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થ એ ચાર વ્યાખ્યા કરવાનાં અંગો છે. તેમાં ઐદંપર્યાર્થ મુખ્ય છે. ભાવાર્થસાર છે એટલે કે એદંપર્યાર્થ એ જ પ્રધાન=મુખ્ય છે. ભાવાર્થસારથી યુક્ત છે એટલે પ્રધાન એવા ઐદંપર્યાર્થથી યુક્ત છે. ઉપદેશપદો પ્રધાન એવા ઐદંપર્યાર્થથી યુક્ત છે. ભાવાર્થ અર્થ પુન પર્વ રાજુ ઈત્યાદિ (૧૬ મી વગેરે) ગાથાઓથી કહેશે. - અતિઅલ્પ– અહીં ઉપદેશપદો સૂત્રથી અતિઅલ્પ છે પણ અર્થથી તો પરિમાણથી રહિત છે, અર્થાત્ ઉપદેશપદોના અર્થનું તો કોઈ પરિમાણ જ નથી. કારણ કે સર્વ સૂત્રો અનંત અર્થોને કહેનારાં છે, અર્થાત્ એક એક સૂત્રના અનંત અર્થો થાય છે એમ સર્વજ્ઞના આગમમાં કહ્યું છે. અહીં આર્ષ(=ઋષિવચન) આ પ્રમાણે છે- “સર્વનદીઓની જેટલી રેતી થાય અને સર્વ સમુદ્રોનું જેટલું પાણી થાય, તેનાથી અનંતગુણા અર્થો એક સૂત્રના થાય.”
ઉપદેશપદોને- અહીં લોકમાં રહેલા સર્વ પુરુષાર્થોમાં મોક્ષ જ પ્રધાન પુરુષાર્થ છે. આથી મતિમાન પુરુષો માટે મોક્ષ જ ઉપદેશ આપવાને યોગ્ય છે, અર્થાત્ મતિમાન પુરુષોએ મોક્ષનો જ ઉપદેશ આપવો જોઈએ. આથી મતિમાન પુરુષો મોક્ષસંબંધી ઉપદેશોનું જ પરમાર્થથી ઉપદેશપણું માને છે, અર્થાત્ મોક્ષ સંબંધી ઉપદેશોને જ પરમાર્થથી ઉપદેશરૂપે માને છે. તેથી ઉપદેશો એટલે મોક્ષમાર્ગ સંબંધી શિક્ષાવિશેષો. પદો એટલે સ્થાનો. ઉપદેશોનાં પદો એટલે ઉપદેશોનાં સ્થાનો. આ સ્થાનો મનુષ્યજન્મની દુર્લભતા વગેરે છે, અર્થાત્ ૧. જેના માટે મન-વચન-કાયાનો વ્યાપાર હોય તે મન-વચન-કાયાના વ્યાપારનો વિષય કહેવાય. પ્રસ્તુતમાં
મહાવીરને નમવા મન-વચન-કાયાનો વ્યાપાર છે, માટે મન-વચન-કાયાના વ્યાપારનો વિષય મહાવીર છે.