________________
ઉપદેશપદ : ભાગ-૧
પછી રાજાએ આ વૃત્તાંત સાંભળી તપાસ કરી પૃચ્છા કરી. બંનેએ યથાવત્ નિવેદન કર્યું. પછી દૈવ અને પુરુષકાર એ બેથી આ બંને યુક્ત છે. એવા લોકપ્રવાદની ખાતરી રાજાએ કરી. (૩૫૪)
કેવી રીતે ખાતરી કરી?
૪૮૬
પુણ્યસારને પોતાના ઘરે જમવાનું નિમંત્રણ કર્યું. ત્યાં તેને પરિપૂર્ણ ભોજનવિધિ કોઇપણ કષ્ટ ભોગવ્યા વિના પ્રૌઢ પુણ્યના ઉદયથી થઇ. (૩૫૫)
વિક્રમસારને ભોજનની પ્રાપ્તિ વિકલભોજનના સાધનના યોગરૂપ વિપર્યાસ જ થયો. અને તે વિપર્યાસ પુરુષકારથી દૂર થયો. પુરુષકારની જ ભાવના કરતા કહે છે કે રાજપુત્રીનો હાર તુટ્યો, અને તેનું રડવું થયું. તૂટેલા હારને પરોવવાથી વિક્રમસારને ભોજનની વિકલતા નષ્ટ થઇ. (૩૫૬)
इत्थं लोकिकयोर्दैवपुरुषकारयोर्ज्ञातमभिधाय सम्प्रति लोकोत्तरयोस्तदभिधातुमाहपक्खंतर णायं पुण, लोउत्तरियं इमं मुणेयव्वं । पढमंतचक्कवट्टी, संगणियलच्छेदणे पयडं ॥ ३५७॥
'पक्षान्तरे' प्राक्पक्षापेक्षया पक्षविशेषे ज्ञातमुदाहरणं 'लोकोत्तरिकं' लोकोत्तरसमयसिद्धमिदमुपरि भणिष्यमाणं मुणितव्यम् । किमित्याह- 'प्रथमान्त्यचक्रवर्त्तिनौ' भरतब्रह्मदत्तनामानौ । क्व ज्ञातं तावित्याह- 'सङ्गनिगडच्छेदने' विषयाभिष्वङ्गान्दुकत्रोटने प्रकटं નનપ્રતીતમેવ રૂપા
આ પ્રમાણે દૈવ અને પુરુષકાર સંબંધી લૌકિક ઉદાહરણ કહીને હમણાં લોકત્તર ઉદાહરણને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે—
૧. પુણ્યસારને રાજાએ ભોજનનું આમંત્રણ આપીને પણ ભોજન તૈયાર ન કરાવ્યું. પણ પુણ્યસારના ભાગ્યથી દેવીનો જમાઇ આવ્યો અને તેના માટે દેવીએ ભોજન બનાવી રાજાને ભોજન માટે આમંત્રણ કર્યું અને રાજાની સાથે પુણ્યસારને પણ ભોજન પ્રાપ્ત થયું. રાજાએ વિક્રમસારને ભોજનનું આમંત્રણ આપી ભોજન તૈયાર કરાવ્યું છતાં રાજપુત્રીનો અઢાર સેરો મોતીનો હાર તુટ્યો એટલે જ્યાં સુધી હાર સંધાય નહીં ત્યાં સુધી રાજાપુત્રી ભોજન ન કરે. રાજપુત્રી ભોજન ન કરે ત્યાં સુધી રાજા પણ ભોજન ન કરે અને રાજા ભોજન ન કરે ત્યાં સુધી વિક્રમસારને ભોજન ન અપાય. આમ વિક્રમસારના ભાગ્યે ભોજનનો અંતરાય ઊભો કર્યો. વિક્રમસારે પોતાના પુરુષાર્થથી રાજપુત્રીનો હાર સાંધી આપ્યો. રાજપુત્રી ભોજન કરવા તૈયાર થઇ એટલે રાજા ભોજન કરવા તૈયાર થયો સાથે નિમંત્રિત કરાયેલ વિક્રમસારને ભોજનની પ્રાપ્તિ થઇ. વિક્રમસારે રાજપુત્રીનો હાર સાંધવા રૂપ પુરુષાર્થ કર્યો ત્યારે ભોજનની પ્રાપ્તિ થઇ. આમ પુણ્યસારને કાર્યસિદ્ધિમાં દૈવ મુખ્ય છે અને વિક્રમસારને કાર્ય સિદ્ધમાં પુરુષાર્થ મુખ્ય છે.