________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૯૧ તેના પગમાં પડતા અગ્રકેશોની લટનો સ્પર્શ તેના પગને થયો. સંભૂત જલદીથી પ્રમાદ ચિત્તવાળો (વિહારી) થયો. જો આના કેશના લટનો સ્પર્શ પણ આવો છે તો નક્કીથી આના સર્વસંગનો સ્પર્શ અદ્ભુત સુખને કરનારો હશે એમ હું માનું છું.
આ પ્રમાણે વિચારતા તેણે એકાએક આવા પ્રકારનું નિયાણું કર્યું. જો મારા તપનો (ચારિત્રનો) કોઈ પ્રભાવ હોય તો મને ભવાંતરમાં આવા સ્ત્રીરત્નનો લાભ થાઓ. “કાકિણીને માટે ક્રોડને હારવું તારે યુક્ત નથી' એમ ભાઈ વડે ઘણો વારણ કરાયે છતે નિયાણાથી પાછો ન ફર્યો. પછી મરીને સૌધર્મ દેવલોકમાં નલિનીગુલ્મ વિમાનમાં સૌભાગ્યના સાગર એવા દેવો થયા. કાળે કરી તે વિમાનમાંથી ચ્યવીને આ ભરતક્ષેત્રમાં સંભૂતનો જીવ બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી થયો. જેનું વર્ણન પૂર્વે આવી ગયું છે. પણ જે ચિત્રમુનિનો જીવ હતો તે પ્રાચીન પુરિમતાલ નગરમાં વણિક પુત્ર થયો. ધર્મ સાંભળીને સંસારરૂપી કારાગૃહથી અતિશય વિરક્ત થઈ દીક્ષા લીધી અને શાંત દાંત ઉત્તમ મુનિ થયા અને કાંપીત્યપુર નગરમાં આવ્યા. પ્રસંગના વશથી બ્રહ્મદત્ત ચક્રવર્તીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે આ પ્રમાણે–
એક નટે વિનંતિ કરી કે હું આજે મધુકરી ગીત નામના નાટકને ભજવીશ. અતિ ઉદ્ભટ, શ્રેષ્ઠ, વિવિધ ચિત્ર-વિચિત્ર પ્રકારના વેષવાળા પોતાના પરિવારની સાથે બપોર પછી નાટક કરવું શરૂ કર્યું. આ ક્ષણે ફૂલોથી બનાવેલી, અતિ સુગંધિ, ગોળ દડા આકારની, ભ્રમરાના સમૂહના ગુંજારવથી રમણીય એવી એક ફૂલની માળાની સુગંધને સૂંઘતા ચક્રવર્તીને જાતિસ્મરણ જ્ઞાન થયું. જેમકે હું સૌધર્મ દેવલોકના નલિનીગુલ્મ વિમાનમાં સુરવર હતો ત્યાં મેં આ સર્વ સુખો અનુભવ્યા હતા. તત્ક્ષણ જ મૂચ્છ પામ્યો. નજીકમાં રહેલા લોકોએ શીતળ જળ અને ચંદનરસથી બ્રહ્મદત્તને સિંચન કર્યું. ફરી ચૈતન્યને પામ્યો. લોકમાં મૂર્છાનું કારણ ગુપ્ત રાખવા બ્રહ્મદત્તે પોતાના હૃદયતુલ્ય વરધનું મંત્રીને પોતાના પૂર્વભવના ભાઈની તપાસ કરવા જણાવ્યું. પોતાના ચરિત્રના રહસ્યને જણાવતા તે આ શ્લોકના ખંડ(ભાગ)ને રાજકુળના દરવાજાના તોરણમાં બંધાવો. તે વખતે તેઓએ પત્રક બંધાવ્યો. જેમ–“અમે બે દાસ, બે મૃગ, બે હંસ, બે ચાંડાલ તથા બે દેવ હતા...” આના ઉત્તરાર્ધને જે પૂરશે તેને હું અધું રાજ્ય આપીશ, આવું પત્રક રાજકુળમાં લખાવ્યું. લોક રાજ્યનો અભિલાષ થયો અને શ્લોકને પૂરવા મશગુલ બન્યો. તથા આ શ્લોક ત્રણ રસ્તે-ચાર રસ્તે બંધાવડે બોલાવા લાગ્યો. (૮૫). - હવે ચિત્રનો જીવ એવો સાધુ વિહાર કરતો જાતિસ્મરણજ્ઞાન પામેલો કાંપીલ્યપુરના ઉદ્યાનમાં આવીને ઊતર્યો. રોંટને હાંકતા માણસવડે પત્રની અંદર લખેલી હકીકત જણાતી સાંભળી. પછી તલ્લણ મુનિએ આ શ્લોક પૂરી આપ્યો. જેમકે–એકબીજાથી વિખૂટા પડ્યાનો આ આપણો છઠ્ઠો જન્મ છે. તેને સાંભળીને જલદીથી રાજાની પાસે જઈને બોલે છે. મૂર્છાથી વિકરાળ થઈ છે આંખો જેની ૧. અહીં મા૫ શબ્દને બદલે માસ્વ હોવું જોઈએ એમ લાગે છે જે અન્ ધાતુનું વ્યસ્ત ભૂતકાળનું પ્રથમ દ્વિ.વિ.નું રૂપ છે.