________________
૪૯૨
ઉપદેશપદ : ભાગ-૧ એવો રાજા પૃથ્વી ઉપર ઢળી પડ્યો. આ શ્લોક સાંભળ્યા પછી તરત રાજાને આવું સંકટ પ્રાપ્ત થયું છે એમ જાણીને જેટલામાં પરિજન તેને મારવા ઊઠે છે તેટલામાં તે કહે છે કે આ ઉત્તરાર્ધ મેં સાધુ પાસેથી જાણ્યું છે. ચેતનાને પામેલો રાજા પૂછે છે કે તે સાધુ કયાં છે? હે દેવ!તે મારા ઉદ્યાનમાં છે. પછી રાજા અત્યંત હર્ષ પરવશ થયો. પોતાની સર્વરિદ્ધિથી તેના દર્શન કરવા આવ્યો. સૂર્યોદય થાય અને જેવું કમલવન વિકસે તેવું વિકસિત થયું છે મુખ રૂપી કમળ જેનું એવો રાજા વંદન કરીને બેઠો અને સર્વ સુખસાતા પૂછી. રાજાએ કહ્યું કે આ રાજ્ય આપણે સાથે જ ભોગવીએ. આ ધર્મનું વિશેષ ફળ છે કે જે આવા પ્રકારની મોટી રાજ્ય સંપત્તિ મળી છે. તેથી આ ભોગ સમયે દુષ્કર વ્રત પાળવું શોભારૂપ નથી. ભોગો પરિણામે ભયંકર અને દુ:ખે કરીને સહન કરી શકાય તેવા સ્વરૂપવાળા છે એમ જાણતા મુનિએ વિષયો વિષ જેવા છે એમ નિંદા કરી. જેમકે—કામભોગો શલ્ય છે. કામભોગો વિષ છે, કામભોગો આશીવિષ સર્પ સમાન છે, કામની પ્રાર્થના કરતા જીવો ઇચ્છા પૂર્ણ થયા વિના દુર્ગતિમાં ચાલ્યા જાય છે. સર્વ ગીત વિલાપ છે, સર્વ નૃત્ય વિડંબના છે. સર્વ આભરણો ભાર છે. સર્વ કામો દુઃખે કરીને વહન કરી શકાય છે. આ પ્રમાણે ઉપમાનાસારવાળા આશ્ચર્યકારીતે તે વચનોથી ચક્રી કંઈક વૈરાગ્યને પામેલો આ પ્રમાણે બોલવા લાગ્યો. હે મુનિ! તમે જે આ વચનો મને કહો છો તે તેમજ છે એમ હું જાણું છું. આ ભોગો કર્મબંધ કરાવનારા થાય છે જે અમારા જેવાને આજે દુર્જય છે. મુનિ- જો તું ભોગો છોડવા આજે અસમર્થ છે તો હે રાજનું! શિષ્ટજન ઉચિત કાર્યો કર. ધર્મમાં રહેલો તું સર્વપ્રજાની અનુકંપા કરનારો થઈશ તો તું અહીંથી મરેલો વૈક્રિય શરીરી દેવ થઇશ. જો તારે ભોગો છોડવાની બુદ્ધિ નથી અને આરંભ પરિગ્રહમાં આસક્ત છે, તો મેં તને પ્રતિબોધ કરવા આટલો વિપ્રલાપ કર્યો તે ફોગટ થયો. તેથી હે રાજન્! હું જાઉં છું. અને પંચાલ રાજા બ્રહ્મદત્ત તે સાધુના વચનોને નહીં માનીને અનુત્તર કામભોગો ભોગવીને અનુત્તર નરકમાં ગયો, અર્થાત્ ઉત્કૃષ્ટ કામભોગો ભોગવીને ઉત્કૃષ્ટ નરકમાં ગયો. ચિત્ર પણ કામોથી વિરક્ત મનોરથવાળો, મહાષિ ઉગ્રચારિત્રતપ આરાધીને, અનુત્તર સંયમ પાળીને અનુત્તર સિદ્ધિગતિમાં ગયો. પ્રૌઢ પરાક્રમ કરીને ક્ષણથી કર્મો ખપાવીને, સર્વોત્તમ જ્ઞાનલક્ષ્મી મેળવીને તે ભરત મહારાજા સંસાર તરી ગયા.જે અહીં બીજો બ્રહ્મદત્ત ચક્રવર્તી નિયાણાથી મિથ્યાત્વ અને ચારિત્રનો ઘાત કરનારા વિઘાતિ કર્મો બાંધી, કર્મોને વશ પડેલો મરીને દુઃખના માર્ગમાં પ્રવેશ્યો, અર્થાત્ નરકના મહાદુઃખને પામ્યો. (૩૫૭)
બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા સમાપ્ત उपसंहरन्नाहकयमेत्थ पसंगेणं, सुद्धाणाजोगतो सदा मतिमं ।
वट्टेज धम्मठाणे, तस्सियरपसाहगत्तेण ॥३५८॥ ૧. વિઘાતિકર્મ– આત્માના ગુણોનું વિશેષ પ્રકારે ઘાત કરે તે કર્મ