________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૮૭ ગાથાર્થ–ટીકાર્ય–સંગરૂપી બેડીને છેદવા માટે પ્રથમ અને છેલ્લા ચક્રવર્તીનું લોકોત્તરિક ઉદાહરણ પ્રથમપક્ષ (દેવ)માં જાણવું. આ દષ્ટાંત જનપ્રસિદ્ધ જ છે.
જન પ્રસિદ્ધ હોવાથી આચાર્યે માત્ર સૂચન કર્યું છે પણ તેનું વ્યાખ્યાન કર્યું નથી તો પણ સ્થાન શૂન્ય ન રહે માટે કંઈક કહેવાય છે
- ભરત-બ્રહ્મદત્ત ચક્રવર્તીનું દૃષ્ટાંત શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ભરતક્ષેત્રના સ્વામી હતા. જેણે પરાક્રમથી શત્રુરાજાઓને જીતીને નિરવદ્ય સામ્રાજય મેળવ્યું હતું. તે નવનિધિના સ્વામી હતા. સંપૂર્ણ સૌભાગ્યશાળી, અગ્નિમાનવાળી સુંદર ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હતા. વ્યાકુળતાથી નમતા હજારો મોટા ભક્ત રાજાઓએ પહેરેલી માળાઓમાંથી ખરતા ફૂલોથી જેના ચરણો હંમેશા પૂજાયેલા છે. જેણે છ લાખ પૂર્વ વર્ષ સુધી રાજ્ય લક્ષ્મીનો ભોગવટો કર્યો છે એવા ભરત મહારાજા કોઈક વાર શૃંગાર સજીને ઉજ્વળ સ્ફટિક મણિથી બનાવેલ અતિ સુંદર આરીસાભવનમાં પોતાના શરીરની શોભા જોવા પ્રવેશે છે. ફૂલેલા કલ્પવૃક્ષની જેમ પોતાને જુએ છે તેટલામાં હાથની એક આંગળીમાંથી આભૂષણ (વીંટી) સરકી ગયેલ છે એવા હાથને જુએ છે. હાથની કંઈક ઝાંખપ જોઈ અને આ પ્રમાણે વિચારે છે કે, આ શરીરને શોભાવનારા આ આભૂષણોથી સર્યું અને ક્રમથી આભૂષણો ઉતારવા લાગ્યા અને તીવ્ર વૈરાગ્ય પામ્યા અને આ રાજ્ય લક્ષ્મી પ્રબળ ઝંઝાવાતથી આંદોલિત કરાયેલ વૃક્ષ જેવી છે. તુચ્છ છે, અંતે નષ્ટ થનારી છે, મારે આવી શોભાથી સર્યું. આ પ્રમાણે શુદ્ધ ધ્યાનમાં ચડેલા રહે છે તેટલામાં છઠ્ઠા ગુણસ્થાનકના પ્રથમ સંયમ સ્થાનને પામ્યા, અર્થાત્ છઠ્ઠાગુણસ્થાને આરોહણ કર્યું પછી ક્ષણથી કેવલી થયા. અસંખ્ય લોકપ્રમાણ સંયમ સ્થાનોમાં જે જીવ છઠ્ઠા ગુણસ્થાનકના પ્રથમ સંયમ સ્થાને આરોહણ કરે છે તે ક્ષણથી વધતા પરિણામવાળો સંયમ શ્રેણીના મસ્તક પર પહોંચીને કેવળજ્ઞાનને મેળવે છે જેમકે ભરત ચક્રવર્તી. આ વસ્તુ કલ્યભાષ્યમાં જણાવી છે. (૧૦)
હવે ગૃહસ્થવેશનો ત્યાગ કરી વિશિષ્ટ મુનિવેશ ધરનારા થયા. અને ઇંદ્ર પરમ પ્રગટ કેવલી મહોત્સવ કર્યો. તે જિનેશ્વરની જેમ દેવ નિર્મિત સુવર્ણકમળ ઉપર બિરાજમાન થઈ નવા વાદળના ગર્જારવ જેવા સ્વરથી પર્ષદાને દેશના આપવા લાગ્યા. એકલાખ પૂર્વવર્ષ સુધી અખંડપણે પૃથ્વીતલ ઉપર વિહરીને તે ભગવાન કર્મજ દૂર કરીને અષ્ટાપદ પર્વત ઉપર સિદ્ધ થયા. (૧૫)