________________
૫૩
ઉપદેશપદ : ભાગ-૧
गम्यते, 'चक्कनालाहिं 'ति चक्रनालस्य चक्राधारस्तम्भस्याधः स्थितेन सुरेन्द्रदत्तेन कृतः, तदनु सज्जितशरेण तत्क्षणमेव राधा विद्धेति सामर्थ्याद् गम्यते । अन्येषां तु द्वाविंशते: श्रीमालिप्रभृतीनामशिक्षितहस्तत्वेनालब्धराधावेधच्छिद्राणां 'अन्नत्थ नट्ठ'त्ति अन्यत्र लक्ष्याद् बहिस्तान्नष्टाः शराः । ततः प्रस्तुते किमायातमित्याह - ' तच्छेदनोपमो ' राधावेधाक्षिच्छेदोपमानो दुराप इत्यर्थः, 'मनुजलम्भो' मानुष्यप्राप्तिः, इतिशब्दो ગાથાપ્તિમાત્યર્થઃ ॥૬॥
હવે સાતમા દૃષ્ટાંતની સંગ્રહ ગાથા કહેવાય છે—
ગાથાર્થ– રાધાવેધના દૃષ્ટાંતથી ચક્રનાલ નીચે મુખ રાખી પુતળીની આંખને વિંધી કન્યાને પરણવું જેમ દુષ્કર છે તેમ ભ્રષ્ટ કરેલા મનુષ્યભવને ફરી પ્રાપ્ત કરવો દુર્લભ છે. (૧૨) સમુદ્રદત્તની કથા
સ્વર્ગપુરીમાં જેમ દેવોને ઇન્દ્ર પૂજ્ય છે તેમ સુંદર, શ્રેષ્ઠ ઇન્દ્રપુર નગરમાં સજ્જનોને પૂજ્ય ઇન્દ્રદત્ત નામે રાજા હતો. પોતાની બાવીશ દેવીઓને કામદેવ જેવા સુંદરરૂપને ધરનારા શ્રીમાલી વગેરે બાવીશ પુત્રો હતા. કોઇ એક પ્રસંગે રાજાએ વિવિધ રમતોથી ક્રીડા કરતી, રતિ જેવી પ્રધાનની પુત્રીને જોઇ. પછી આ કોની પુત્રી છે ? એમ પરિજનને પુછ્યું. પરિવારે ક્યું: હે દેવ ! આ મંત્રીપુત્રી છે. તેના ઉપર આસક્તિ થવાથી વિવિધ ઉપાયોથી મંત્રી પાસે માગણી કરી પરણ્યો. પરણ્યા પછી તરત જ તેને અંતઃપુરમાં રાખી. બીજી બીજી શ્રેષ્ઠ સ્ત્રીઓના સંગની આસક્તિથી રાજા તેને ભૂલી ગયો. લાંબા સમય પછી તેને ઝરૂખામાં રહેલી જોઇને પુછ્યું કે ચંદ્રની સમાન પ્રસરતી છે કાંતિનો સમૂહ જેનો, લક્ષ્મીની જેમ સુંદર આ ક્મલાક્ષિ યુવતી કોણ છે ? કંચુકીએ કહ્યું: હે દેવ ! આ મંત્રીની પુત્રી છે જેને પરણીને તમે પૂર્વકાલે અંતઃપુરમાં મૂકી છે. આ પ્રમાણે કહ્યું ત્યારે રાજાએ તેની પાસે રાત્રિવાસો કર્યો, ત્યારે તે ઋતુસ્નાતા હતી એટલે તે જ વખતે તેને ગર્ભ રહ્યો. (૯)
હવે પૂર્વે અમાત્યે તેને કહી રાખેલું કે હે પુત્રી ! જ્યારે તને ગર્ભ રહે તે વખતે રાજા જે બોલે તું મને કહેજે. તેણે પણ સર્વ સ્વીકાર કર્યો અને પિતાને સર્વ વૃત્તાંત જણાવ્યો. પિતાએ પણ વૃત્તાંતને ભૂર્જપત્ર પર લખાવ્યો. અપ્રમત અમાત્ય પ્રતિ દિવસ રાજાને વિશ્વાસ થાય તે માટે વૃત્તાંતને યાદ રાખે છે. તેને પુત્ર થયો. સુરેન્દ્રદત્ત નામ રાખ્યું. અને તે દિવસે નગરમાં ચાર દાસીપુત્રો જન્મ્યા. તેમના નામ અગ્નિક, પર્વતક, બહુલી અને સાગર રાખ્યા. અમાત્ય સુરેન્દ્રદત્તને ભણવા માટે લેખાચાર્યની પાસે લઇ ગયો. તે બાળકોની સાથે કલાકલાપને ભણે છે. તે શ્રીમાલી વગેરે રાજપુત્રો કશું પણ ભણતા નથી. થોડું પણ કલાચાર્યે માર્યું હોય તો પોતપોતાની માતાઓને રાવ કરે છે અને રોતા રોતા કહે છે કે આવું આવું ઉપાધ્યાયે અમને કહ્યું. પછી ગુસ્સે થયેલી રાણીઓ ઉપાધ્યાયને કહે છે—હે ફૂટપંડિત ! અમારા