________________
૭૨
ઉપદેશપદ : ભાગ-૧ कृतः । प्रतिपन्नं च तत्तेन । प्रारब्धं च श्रेणिकाय विद्याप्रदानम् । 'आसणभूमी पाणस्स' त्ति आसनं भूमौ 'पाणस्य' दत्तं, आत्मना तु सिंहासने निषण्णः । ततश्च 'अपरिणामः' सम्यगपरिणमनं विद्यायाः श्रेणिकस्य ॥२५॥
આ પ્રશ્નના ઉત્તરથી અભયકુમાર મહામંત્રીને ઇર્ષાળુ, ભક્ષક અને ચોરનું જ્ઞાન થયું. ત્યારપછી ચોરને પકડ્યો અને અભયકુમારે પૂછવું. અરે ! તે ઉદ્યાનની બહાર રહીને કેવી રીતે કેરીઓ તોડી ? ચાંડાલે કહ્યું: વિદ્યાના બળથી. પછી અભયકુમારે શ્રેણિકરાજાની પાસે આ હકીકત જણાવી. પછી શ્રેણિકે વિદ્યા શિખવાડવા રૂપ દંડ કર્યો. ચાંડાલે તે સ્વીકાર્યું અને શ્રેણિકને વિદ્યા આપવા શરૂઆત કરી. ચાંડાલને બેસવાની ભૂમિ ઉપર આસન પથરાવ્યું. પોતે સિંહાસન ઉપર બેઠો તેથી શ્રેણિકને વિદ્યા ન આવડી. (૨૫)
रण्णो कोवो णेयं, वितहं अभयविणउ त्ति पाणस्स । आसण भूमी राया, परिणामो एवमण्णत्थ ॥२६॥
ततः ‘राज्ञ कोपः' प्रोद्भूतः, यथा-न त्वं करोषि मम सम्यग् विद्याप्रदानम् । ततः प्राह पाण:-नेदं वितथं विधीयते मया विद्यादानम् । तदनु भणितवानभयकुमारः 'अविणउ' त्ति अविनय इत्येवमात्मना तु सिंहासनाध्यासनलक्षणस्त्वया राजन् ! क्रियते इत्यपरिणामो विद्यायाः । ततश्च 'पाणस्स आसण' त्ति सिंहासनं वितीर्णम्, 'भूमी राया' इति राजा स्वयं वसुन्धरायामुपविष्टः । तदनन्तरं यथावत् परिणामो विद्यायाः संपन्न इति । एवमन्यत्रापि विद्याग्रहणे विनयः कार्य इति । यतः पठ्यते"विणएण सुयमहीयं, कहवि पमाया विसुमरियं संतं । तमुवट्ठाइ परभवे, केवलणाणं च आवहइ ॥१॥ विज्जावि होइ बलिया, गहिया पुरिसेण विणयमंतेण । सुकुलपसूया નવાનિયષ્ય પર્વ પરું પત્તા પર " રદ્દ .
પછી રાજાને કોપ ચડ્યો. જેમકે- તું મને વિદ્યા બરાબર આપતો નથી. પછી ચાંડાલે કહ્યું: હું વિધિપૂર્વક જ વિદ્યા આપું છું. પછી અભયકુમારે કહ્યું. હે રાજન્ ! તમે સિંહાસન ઉપર બેસીને વિદ્યા ગ્રહણ કરો છો તેથી અવિનય થાય છે અને અવિનયથી વિદ્યા ચડતી નથી. પછી ચાંડાલને સિંહાસન ઉપર બેસાડ્યો અને પોતે ભૂમિ ઉપર બેઠો. ત્યાર પછી યથારૂપથી વિદ્યાનો પરિણામ થયો. આ પ્રમાણે બીજે પણ વિદ્યા ગ્રહણમાં વિનય કરવો. કારણ કે કહેવાય છે કે– વિનયથી ભણેલું શ્રત કોઈક રીતે પ્રમાદથી ભુલાઈ જાય તો પણ પરભવમાં ઉપસ્થિત થાય છે અને કેવળજ્ઞાનને મેળવી આપે છે. -(૧)
ઉત્તમકુળમાં ઉત્પન્ન થયેલી કુલબાલિકાએ ઉત્તમ પતિને પ્રાપ્ત કર્યો તેમ, વિનીત પુરુષે ગ્રહણ કરેલી વિદ્યા પણ બળવાન બને છે. (૨૬).