________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૪૯ રાજપિંડ નિષ્કારણ અનેષણીય કેમ ગ્રહણ કરાય છે? તે પણ કહે છે–રાજા સાધુઓ પ્રત્યે ભક્તિમંત હોતે છતે કયો પુરુષ ભક્તિમંત ન બને? હે આર્ય! સાધુઓ સર્વત્ર પ્રચુર ભિક્ષાને મેળવે છે. શિષ્યના અનુરાગથી જ્યારે આર્યસુહસ્તિસૂરિ આનું નિવારણ નથી કરતા એટલે આ માયી છે એમ જાણીને તે ભિન્નવાસી થઇ વિસંભોગનું આચરણ કરનારા થયા. કારણ કે કહેવાય છે કે
सरिकप्पे सरिछंदे, तुल्लचरित्ते विसिट्ठतरए वा । સાહૂëિ સંવં ના, પાર્દિ રિનુત્તર્દિ (બૃહદ્ કલ્પ ગાથા ૬૪૪૫)
સ્થાપના કલ્પાદિથી એક કલ્પને આચરનારા, સમાન સમાચારીવાળા, સમાન સામાયિકાદિ સંયમવાળા અથવા તીવ્રતર શુભાધ્યવસાય વિશેષથી ઉત્કૃષ્ટ સંયમ સ્થાનોમાં વર્તતા જ્ઞાની અને ચારિત્રવાન સાધુઓની સાથે પરિચય સંવાસ કરવો. (બુ. ક. ૬૪૪૫) सरिकप्पे सरिछंदे तुल्लचरित्ते विसिट्ठतरए वा ।।
નિ મત્તા, સપના નામે વા તુલ્લે (બુ.ક. ૬૪૪૬)
સ્થાપના કલ્પાદિથી એક કલ્પને આચરનારા, સમાન સમાચારી વાળા, સમાન સામાયિકાદિ સંયમવાળા તથા તીવ્રતર શુભાધ્યવસાય વિશેષથી ઉત્કૃષ્ટતર સંયમ સ્થાનોમાં વર્તતા જ્ઞાની અને ચારિત્રવાન સાધુઓએ લાવેલ આહારાદિને લે અથવા પોતે લાવેલ આહારાદિને વાપરે પણ હીનતર સાધુઓએ લાવેલ આહારાદિને ન વાપરે. (બુ. ક. ૬૪૪૬)
ત્યારપછી આ વીરના તીર્થમાં મુનિઓનો વિસંભોગવિધિ પ્રવૃત્ત થયો. પછી પશ્ચાત્તાપને પામેલા આર્યસુહસ્તિ મહાગિરિ ગુરુના ચરણકમળને વંદીને મિચ્છા મિ દુક્કડ આપે છે. પાછો સંભોગ શરૂ કરાયો અને પૂર્વની જેમ વર્તવા લાગ્યા. જેવી રીતે યવ મધ્યભાગમાં વિસ્તૃત હોય તેવી રીતે સંપ્રતિરાજા વડે સ્નેહથી રંગાયેલો આ મૌર્યવંશ તપે છે, ધર્મને સારી રીતે આરાધીને અને જિનભવનની શ્રેણીઓથી સુંદર ભૂમિવલયને વિભૂષિત કરીને તે સુશ્રાવક દેવલોકમાં ગયો. ઉત્તરાવસ્થા પ્રાપ્ત થયે છતે, ગચ્છનું કાર્ય કરીને આર્યસુહસ્તિસૂરિને ગણ ભળાવીને આર્યમહાગિરિ આ પ્રમાણે વિચારે છે. સુદીર્ઘ પર્યાયનું પાલન કર્યું તથા વાચના આપી અને મારા આત્માનું શ્રેય સાધીને શિષ્યોની નિષ્પત્તિ કરી પરંતુ અનુત્તર ગુણવાળા અભ્યદ્યત(ઉગ્ર) વિહારથી વિતરું અથવા શું અભુદ્યત ઉપાયથી વિધિપૂર્વક મરું ? હમણાં જિનકલ્પનો સ્વીકાર કરવો શક્ય નથી. જિનકલ્પનો અભ્યાસ કરવો ઉચિત છે. તેથી ગચ્છમાં રહેલા તેમણે શક્તિ અનુસાર જિનકલ્પ અનુષ્ઠાન આરાધ્યું. નિષ્ફર તપ કરીને વિહાર કરતા શ્રેષ્ઠ કુસુમપુર નગરમાં બંને પણ આચાર્યો ક્યારેક ગયા. સાધુઓ ત્યાં આવ્યા અને બીજા સ્થાનમાં રહ્યા. (૧૨) ૧. વિસંભોગ એટલે જેની સાથે ભોજન કરવાનો વ્યવહાર ન હોય તે અર્થાત્ મંડલી બહાર.