________________
૪૫૬
ઉપદે શપદ
अथ धर्मबीजशुद्धेः साक्षादेव फलमभिधित्सुराहपरिसुद्धाणाजोगा, पाएणं आयचित्तजुत्ताणं । अइरोद्दपि हु कम्मं, ण फलइ तहभावओ चेव ॥३२३॥
: ભાગ-૧
'परिशुद्धाज्ञायोगात् ' सर्वातिचारपरिहारेण धर्म्माराधनात् प्रायेणात्यन्तनिकाचनावस्थाप्राप्तं कर्म परिहृत्येत्यर्थः, 'आत्मचित्तयुक्तानां' आत्मन्येव परवृत्तान्तेष्वन्धबधिरमूक भावापन्नतया यद् मनश्चित्तं तेन युक्तानां बहिर्व्याक्षेपपरिहारेण सदा आत्मन्येव निक्षिप्तशुद्धचित्तानामित्यर्थः, 'अतिरौद्रमपि' नरकादिविडम्बनादायकत्वेन दारुणमपि कर्म ज्ञानावरणादि ‘ન' નૈવ ‘તિ’ સ્વવિપાર્જન પચ્યતે। ત કૃત્યાહ-‘તથામાવતથૈવ’ તાળારસ્વામાવ્યાदेव। यथा ह्याम्रतरवः समुद्गतनिरन्तरकुसुमभरभ्राजिष्णुशाखासंदोहा अपि बहलविद्युदुद्योतपरामृष्टपुष्पाः निष्फलीभावं दर्शयन्ति, तथास्वाभाव्यनियमात्, तथा परिशुद्धाज्ञाभ्यासात् सुप्रणिहितमानसानामत्यन्तनिर्गुणभवभ्रान्तिपरिश्रान्तानां जन्तूनां दारुणपरिणाममिथ्यात्वादिनिमित्तोपात्तमप्यशुभकर्म्म न स्वफलमुपधातुं समर्थं स्यादिति ॥ ३२३ ॥
હવે ધર્મબીજની શુદ્ધિનું સાક્ષાત્ જ ફલને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે— ગાથાર્થ–પરિશુદ્ધ આશાના યોગથી આત્મચિત્તયુક્ત જીવોનું અતિરૌદ્ર પણ કર્મ તેવા પ્રકારના સ્વભાવથી જ પ્રાયઃ ફળતું નથી.
ટીકાર્થ–પરિશુદ્ધ આશાના યોગથી—સર્વ અતિચારોનો ત્યાગ કરીને ધર્મની આરાધનાથી.
આત્મચિત્તયુક્ત=આત્મામાં જ રહેનારું જે ચિત્ત, તે ચિત્તથી યુક્ત, અર્થાત્ અન્યજીવોના વૃત્તાંતને જોવામાં આંધળા, સાંભળવામાં બહેરા અને બોલવામાં મૂંગા બનેલા ચિત્તથી યુક્ત. અહીં તાત્પર્ય એ છે કે બાહ્ય વ્યાક્ષેપનો ત્યાગ કરીને સદા આત્મામાં જ સ્થાપેલા શુદ્ધ ચિત્તવાળા જીવો આત્મચિત્તયુક્ત છે.
અતિરૌદ્ર પણ કર્મ=નરકાદિની વિંડબના આપનાર હોવાથી ભયંકર પણ જ્ઞાનાવરણીયાદિ
કર્મ.
તેવા પ્રકારના સ્વભાવથી જ=આમ્રવૃક્ષોમાં અંતરરહિત કુસુમસમૂહ ઊગ્યો હોય અને એથી એ વૃક્ષોની શાખાઓ શોભી રહી હોય, આમ છતાં એ પુષ્પો ઉપર ઘણો વિજળીનો પ્રકાશ પડે, અર્થાત્ વધારે પ્રમાણમાં વિજળી પડે, તો તે વૃક્ષો ફળતાં નથી, અર્થાત્ તે વૃક્ષો ઉપર કેરીઓ પાકતી નથી. કારણ કે વિજળીનો ફળનો નાશ કરવાનો સ્વભાવ છે એવો નિયમ છે. તે જ પ્રમાણે પરિશુદ્ધ આજ્ઞાનો અભ્યાસ કરવાથી જેમનું મન મોક્ષમાર્ગમાં સારી રીતે સ્થિર થયેલું છે અને જેઓ અત્યંત અસાર ભવના ભ્રમણથી થાકી ગયેલા છે તેવા જીવોનું ભયંકર પરિણામવાળું અને મિથ્યાત્વાદિથી ઉપાર્જન કરેલું પણ અશુભ કર્મ