________________
४७०
ઉપદે શપદ : ભાગ-૧ જેના ઘરમાં મંજૂસા રાખવામાં આવી છે, જેના ઉપર ચોકીદારો ગોઠવવામાં આવ્યા છે, જેના ઉપર મુદ્રાઓ લગાવેલી છે, જેના ઉપર તાળાઓ મારેલા છે ત્યાં રાજા સિવાય બીજો કેવી રીતે જાણી શકે? મોહિત થયેલો રાજા કહે છે કે આ સર્વ તારા જ્ઞાનનો વિષય છે. પછી રાજાવડે સર્વ અલંકારો મંત્રીને અર્પણ કરાયે છતે સચિવ કહે છે કે હે દેવ! આના ઉપરથી મેં એટલું જાણ્યું કે તે મારા પુત્રથી આનો સર્વ વિનાશ થાત પણ આટલો વેણીછેદ ન થાત. તમારા વિશ્વાસને માટે મેં પુત્રને મંજૂષામાં સારી રીતે છુપાવીને તમારી સમક્ષ રાખેલ હતો જેથી હું અપરાધી બનતો નથી. પૂર્વભવના કોઈ વૈરી દેવે મારા દુઃખ માટે આવા રૂપને લઈને સર્વ કાવતરું કરેલ છે. વિશ્વાસ પામેલા સર્વેએ કહ્યું કે “આ એમ જ છે. નહીંતર કેવી રીતે સારી રીતે રક્ષાયેલો મંત્રીપુત્ર આવું કાર્ય કરી શકે? હે દેવ! કર્મ અચિંત્ય છે ઉપાય કરવાથી આવી રીતે અનુરૂપ ફળ આપે છે. બુદ્ધિમાનનું ચારિત્ર પણ કર્મના ઉદયને હરે છે. અવસરને મેળવીને કોઈકનું કર્મ બળવાન બને છે તથા કોઈકનો પુરુષાર્થ બળવાન બને છે. આ પ્રમાણે જ પરિણત પુરુષોના વ્યાપાર જેવું આઓનું ચરિત્ર છે. કહ્યું છે કે, “ક્યાંક જીવ બળવાન છે, ક્યાંક કર્મો બળવાન હોય છે ક્યાંક ધનવાન બળવાન છે ક્યાંક કરજદાર બળવાન છે.” આ પ્રમાણે તે જ્ઞાનગર્ભ મંત્રીએ પોતાના નામ મુજબ આચરણ કરીને લોકમાં લક્ષ્મી તથા ચંદ્રના કિરણ સમાન ઉજ્વળ યશ પ્રાપ્ત કર્યો.
હવે સંગ્રહ ગાથાનો શબ્દાર્થ
વૈશાલી નામની નગરી છે તેમાં જિતશત્રુ રાજા છે તેનો જ્ઞાનગર્ભ નામનો મંત્રી છે કોઈક વખત રાજા સભામાં બેઠેલો હતો ત્યારે નૈમિત્તિકનું આગમન થયું. અતિકુતૂહલતાથી રાજાએ અવસર વિના નૈમિત્તિકને પ્રશ્ન કર્યો કે સભામાં કોને અપૂર્વ સુખ કે દુઃખ આવશે? (૩૩૦)
નૈમિત્તિકે કહ્યું: મંત્રી ઉપર મારિ પડશે. રાજા- ક્યારે થશે? નૈમિત્તિકપખવાડીયાની અંદર થશે. ત્યારે રાજા વગેરે સર્વે પણ મૌન થયા. પછી સભામાંથી મંત્રી નીકળીને ઘરે ગયો અને પ્રસંગે નૈમિત્તિકને પોતાના ઘરે બોલાવ્યો. (૩૩૧)
પછી એકાંતમાં નૈમિત્તિકને પૂછ્યું કે કેવી રીતે મારિ પડશે? નૈમિત્તિક- પુત્રના દોષથી મારિ પડશે. કુસ્વપ્નથી તને ખાતરી થશે. પછી નૈમિત્તિકની પૂજા કરી અને નૈમિત્તિકને નિષેધ કર્યો કે તારે આ વાત કોઈને ન કહેવી. કુસ્વપ્નથી ખાતરી થઈ ત્યારે પુત્ર સાથે વિચારણા કરીને તેનો વિરોધ કર્યો. (૩૩૨)
ક્યાં નિરોધ કર્યો? પેટીમાં પુત્રને પૂર્યો અને પુત્ર નિમિત્તે ભોજન પાનની પંદર દિવસની વ્યવસ્થા કરી અને તાળા મારવામાં આવ્યા. પછી મંત્રીએ રાજાને કહ્યું કે મારા ધનનો સ્વીકાર કરો. રાજાની ઇચ્છા નહીં હોવા છતાં કોઈક ઉપરોધથી તેનો સ્વીકાર કરી રાજકુળમાં લઈ ગયો. (૩૩૩)