Book Title: Updeshpad Granth Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 527
________________ ૪૭૮ ઉપદેશપદ : ભાગ-૧ ટીકાર્ચ–એ પ્રમાણે=બીજાએ સ્થાપેલ પ્રતિમાની જેમ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- હમણાં જ બીજાએ કહ્યું કે કાષ્ઠની યોગ્યતા જ પ્રતિમાને બનાવે. જેમ કાષ્ઠની યોગ્યતા જ પ્રતિમાને બનાવે તેમ વિવિધ પ્રકારનું કર્મ જ પુરુષાર્થને ખેંચી લાવે, એટલે કે જેવી રીતે ગળે પકડીને નોકરને ખેંચી લાવવામાં આવે છે તેવી રીતે કર્મ જ પોતાને સહાય કરનારા પુરુષાર્થને નજીકમાં ખેંચી લાવે, તો પરલોકમાં ફલ આપનારી દાનાદિ શુભાશુભ ક્રિયાઓમાં અધ્યવસાયના ભેદથી પુણ્ય-પાપમાં જે ભેદ પડે છે તે ભેદ ન ઘટે. સાંખ્યમતમાં શ્રદ્ધા રાખનારાઓ પ્રકૃતિ (=કર્મ) જ બધું કરે છે. એથી પુરુષાર્થ પણ કર્મને આધીન બનીને જ શુભાશુભ ક્રિયાઓમાં પ્રયત્ન કરે છે એમ માને છે. જો આમ માનવામાં આવે તો જે ક્રિયાઓ માત્ર શુભ કે અશુભ ફળનું કારણ છે તે દાનાદિ ક્રિયાઓમાં અધ્યવસાયના ભેદથી પુણ્ય-પાપના ઉત્કર્ષ-અપકર્ષથી કારેલો ભેદ (આ ઊંચું પુણ્ય છે અને આ હીન પુણ્ય છે. આ અધિક પાપ છે અને આ અલ્પ પાપ છે. એવો ભેદ) કે જે ભેદ સર્વ આસ્તિકોને સંમત છે તે કેવી રીતે ઘટે? આ વિષે કહેવાય છે કે સમાન પણ અનુષ્ઠાનમાં તેવા પ્રકારના અધ્યવસાયથી ફલ ભિન્ન થાય છે. આથી ફલની સિદ્ધિમાં ખેતીના કામમાં પાણીની જેમ અધ્યવસાય જ મુખ્ય છે.” અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–ખેતીથી ફલની પ્રાપ્તિમાં પાણી મુખ્ય છે. જેવું પાણી હોય તેવું ફળ મળે. અનેક ખેડૂતો ખેતી એક સરખી કરે છતાં જુદા જુદા પાણીના કારણે દરેક ખેડૂતને ખેતીનું ફળ ભિન્ન-ભિન્ન મળે છે. આ પ્રમાણે ખેતીમાં જેમ પાણી મુખ્ય છે તેમ શુભાશુભ ક્રિયાઓમાં અધ્યવસાય (=ભાવ) મુખ્ય છે. તેથી જ અનેક જીવો ધર્મક્રિયા કે પાપક્રિયા સમાન કરે, છતાં દરેક જીવને પોતાના અધ્યવસાય પ્રમાણે એ ક્રિયાનું ફળ ભિન્ન-ભિન્ન મળે છે.. તાત્પર્યાર્થ–આ વિગત કર્મ (=પ્રકૃતિ) જ સર્વ શુભાશુભ ક્રિયા કરે છે એમ માનનાર સાંખને આંખ સામે રાખીને કહેવામાં આવેલ છે. પ્રકૃતિ જ બધું કરે છે એમ માનવામાં આ ફળભેદ ન ઘટે. જેમ માલિક પોતાના નોકરને ગળે પકડીને ખેંચી લાવે તેમ કર્મ (=પ્રકૃતિ) પુરુષાર્થને (પુરુષને) ગળે પકડીને ખેંચી લાવે અને તેની પાસે દાનાદિ ક્રિયા કરાવે છે. આમ સાંખ્યના મતે કર્મ (=પ્રકૃતિ) જ મુખ્ય છે. એ પ્રકૃતિ એક પ્રકારની છે અને દાનાદિનું ફળ ભિન્ન-ભિન્ન મળે છે=વધારે-ઓછું મળે છે. તો આ કેવી રીતે ઘટે? પ્રકૃતિને જ કાર્ય કરનારી તરીકે માનવામાં પ્રકૃતિ એક જ પ્રકારની હોવાથી દાનાદિના ફળમાં પડતો ભેદ ઘટી શકે નહિ.' (૩૪૬) ૧. યોગબિંદુ ગાથા-૩૩૪.

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554