________________
૪૮૨
ઉપદેશપદ : ભાગ-૧
પ્રધાન-ગૌણભાવને જ વિચારતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ જે કર્મ ઉદગ્ર (=તીવ્રરસવાળા) હોય અને એથી (અલ્પ) પુરુષાર્થથી થોડા કાળમાં ફળ આપે તે લોકમાં દેવ કહેવાય છે અને એનાથી વિપરીત પુરુષાર્થ કહેવાય છે.
ટીકાર્થ-ઉદગ્ર એટલે પૂર્વે ઉત્કટ (પ્રબળ) રસથી ઉપાર્જન કરેલું.
અહીં ભાવાર્થ આ છે–સાતાવેદનીય વગેરે જે કર્મ પૂર્વે ઉત્કટરસથી બાંધ્યું હોય અને એથી જ રાજસેવા વગેરે (અલ્પ) પુરુષાર્થથી થોડા કાળમાં ફળ આપે તે કર્મ દેવ છે, એટલે કે તેનાથી મળેલું ફળ ભાગ્યકૃત છે એમ લોકમાં કહેવાય છે. સાતવેદનીય વગેરે જે કર્મ પૂર્વે ઉત્કટ રસથી ઉપાર્જન ન કર્યું હોય અને એથી પુરુષાર્થથી ફળ આપે તે પુરુષાર્થ જાણવો, એટલે કે તેનાથી મળેલું ફળ પુરુષાર્થકૃત જાણવું. (૩૫૦)
अहवप्पकम्महेऊ, ववसाओ होइ पुरिसगारो त्ति । बहुकम्मणिमित्तो पुण, अव्ववसाओ उ दइवोत्ति ॥३५१॥
अथवेति पक्षान्तरद्योतनार्थः । अल्पं तुच्छे कर्म दैवं पुरुषकारापेक्षया हेतुर्निमित्तं फलसिद्धौ यत्र स तथाविधो 'व्यवसायः' पुरुषप्रयलो भवति पुरुषकार इति । बहु प्रभूतं पुरुषकारमाश्रित्य कर्म निमित्तं यत्र स पुनरप्यवसाय इह नञोऽल्पार्थत्वादल्पो व्यवसायः पुनर्दैवमिति । यत्र हि कार्यसिद्धावल्पः कर्मणो भावो बहुश्च पुरुषप्रयासस्तत्कार्यं पुरुषकारसाध्यमुच्यते । यत्र पुनरेतद्विपर्ययस्तत्कर्मकृतमिति । पूर्वगाथायामल्पप्रयाससाहाय्येन फलमुपनयमानं कर्म दैवमुपदिष्टं विपर्ययेण पुरुषकारः, इह तु पुरुषकार एवाल्पकर्मसाहाय्योपेतः पुरुषकारः प्रज्ञप्तो बहुकर्मसाहाय्योपगृहीतस्तु स एव पुरुषकारोऽदृष्टमित्यनयोः प्रज्ञापनयोर्भेद इति ॥३५१॥
ગાથાર્થ—અથવા જેમાં અલ્પ કર્મ હેતુ છે તેવો પ્રયત્ન પુરુષાર્થ છે, અને જેમાં ઘણું કર્મ હેતુ છે તેવો અલ્પ પ્રયત્ન દેવ છે.
ટીકાર્ય–ફળસિદ્ધિમાં પુરુષાર્થની અપેક્ષાએ કર્મ અલ્પ હોય તેવો પુરુષનો પ્રયત્ન પુરુષાર્થ છે, અર્થાત્ જે કાર્યમાં કર્મ અલ્પ હોય અને પુરુષાર્થ ઘણો હોય તે કાર્ય પુરુષાર્થ સાધ્ય છે, એટલે કે તે કાર્યમાં પુરુષાર્થની મુખ્યતા છે. જ્યાં પુરુષાર્થની અપેક્ષાએ કર્મ ઘણું હોય અને પુરુષાર્થ અલ્પ હોય ત્યાં દેવ છે, અર્થાત્ જે કાર્યમાં કર્મ ઘણું હોય અને પુરુષાર્થ અલ્પ હોય તે કાર્ય કર્મથી કરાયેલું છે, એટલે કે તે કાર્યમાં કર્મની પ્રધાનતા છે.
પૂર્વની ગાથામાં અલ્પપ્રયત્નની સહાયથી ફળને નજીક લાવનાર ( ફળ આપનાર) કર્મને દેવ કહ્યું છે, અને એનાથી વિપરીત રીતે (=ઘણા પ્રયત્નથી ફળ લાવનાર કર્મને)