Book Title: Updeshpad Granth Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 525
________________ ૪૭૬ ઉપદે શપદ : ભાગ-૧ 1 ઉત્તર-જે પદાર્થોમાં કાર્યની યોગ્યતા રૂપે સંભાવના કરાયેલી હોય તે પદાર્થોમાં કાર્ય ન થવા છતાં તે પદાર્થોમાં અયોગ્યતા નથી, અર્થાત્ તે પદાર્થોમાં કાર્યની યોગ્યતા નથી એમ ન મનાય. કારણ કે અયોગ્યતાનું જે લક્ષણ છે તે લક્ષણ તેમાં દેખાતું નથી. વ્યવહાર કરનારાઓ ફલ (-કાર્ય) ન થવા છતાં કારણનો અકારણ તરીકે (કારણ નથી એવો) વ્યવહાર કરતા નથી. કારણ કે યોગ્યતાનું અને અયોગ્યતાનું લક્ષણ ભિન્ન હોવાથી આ યોગ્ય છે અને આ અયોગ્ય છે એમ લોકમાં પ્રસિદ્ધ છે. જો આ પ્રમાણે દૈવ ( કર્મ) અનુકૂળ હોય તો શુભ કે અશુભ કાર્ય થાય એમ નિશ્ચિત થયે છતે કેવા પ્રકારનો પુરુષાર્થ કાર્યમાં પ્રવર્તે છે, અર્થાત્ પુરુષાર્થનું સ્વરૂપ કેવું છે? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે કે–પુરુષાર્થ પ્રતિમા સમાન છે, અર્થાત્ (કાષ્ઠમાં) પ્રતિમા ઉત્પન્ન કરવાની ક્રિયા સમાન છે. (આનો તાત્પર્યાર્થ એ છે કે કાષ્ઠમાં પ્રતિમા રૂપે બનવાની યોગ્યતા હોવા છતાં જો સુથાર વગેરે પ્રતિમા ઘડવાની ક્રિયા ન કરે તો કાષ્ઠમાંથી પ્રતિમા ન થાય. આથી) જેવી રીતે યોગ્ય પણ કાષ્ઠ સ્વયમેવ પ્રતિમારૂપે બની જતું નથી, કિંતુ પુરુષાર્થથી જ પ્રતિમા રૂપે બને છે, તેમ દૈવ પણ પુરુષાર્થના સહકારથી પોતાના ફલનું (=કાર્યનું) કારણ બને છે. (૩૪૩) अत्रैव प्रतिपक्षे बाधामाहजइ दारु चिय पडिमं, अक्खिवइ तओ य हंत णियमेण । पावइ सव्वत्थ इमा, अहवा जोग्गं पजोग्गंति ॥३४४॥ यदि दावेव प्रतिमामाक्षिपति साध्यकोटीमानयति, 'ततश्च' तस्मादेव प्रतिमाक्षेपात् 'हंतेति' पूर्ववत्, नियमेन प्राप्नोत्यापद्यते सर्वत्र दारुणि 'इयं' प्रतिमा। प्रतिज्ञान्तरमाहअथवा प्रतिमाऽनाक्षेपे योग्यमपि दारु अयोग्यं स्यादिति ॥३४४॥ અહીં જ પ્રતિપક્ષમાં (પુરુષાર્થને કારણ તરીકે ન માનવામાં) થતી બાધાને (=દોષને) કહે છે ગાથાર્થ-જો કાષ્ઠ જ પ્રતિમાને બનાવી દે તો નિયમા સર્વકાષ્ઠમાં પ્રતિમાની પ્રાપ્તિ થાય, અથવા યોગ્ય પણ કાષ્ઠ અયોગ્ય બને. (૩૪૪) नन्वेवमप्यस्तु को दोष इत्याशङ्क्याहन य एवं लोगणीई, जम्हा जोगम्मि जोगववहारो । पडिमाणुप्पत्तीयवि, अविगाणेणं ठिओ एत्थ ॥३४५॥

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554