________________
64हे श५६ : माग-१
४७७ 'न च' नैवैवं योग्यस्याप्ययोग्यतया लोकनीतिः शिष्टव्यवहारो दृश्यते, यस्माद् योग्ये योग्यव्यवहारो. योग्यमिदमिति शब्दज्ञानप्रवृत्तिरूपः प्रतिमानुत्पत्तावपि कुतोऽपि हेतोः पुरुषकारवैगुण्येन प्रतिमायामनुत्पन्नायामप्यविगानेन बालाबलादिजनाविप्रतिपत्त्या स्थितोऽत्र दारुणि ॥३४५॥
ભલે એ પ્રમાણે થાઓ, એમાં શો દોષ છે? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
ગાથાર્થ–યોગ્યને અયોગ્ય માનવાની લોકનીતિ નથી. કારણ કે પ્રતિમા ઉત્પન્ન ન થાય તો પણ કાષ્ઠમાં યોગ્યતાનો વ્યવહાર વિવાદ વિના રહેલો છે.
ટીકાર્થ–લોકનીતિ-શિષ્ટ લોકોનો વ્યવહાર. યોગ્યને યોગ્ય માનવું એવો શિષ્યલોકોનો વ્યવહાર છે. કારણ કે યોગ્ય કાષ્ઠમાં કોઈપણ કારણથી પુરુષાર્થની ખામીના કારણે પ્રતિમાની ઉત્પત્તિ ન થઈ હોય તો પણ બાળક અને સ્ત્રી આદિ લોકના કોઈ વિવાદ વિના કાષ્ઠમાં “આ કાષ્ઠ પ્રતિમાને યોગ્ય છે” એવા શબ્દોની અને જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે, અર્થાત્ “આ કાષ્ઠ પ્રતિમાને યોગ્ય છે” એવા શબ્દો બોલાય છે અને તેવું જ્ઞાન થાય છે. (૩૪૫)
एवं योग्यं दावेव प्रतिमामाक्षिपतीति निरस्तं प्रस्तुते योजयन्नाहएवं जइ कम्मं चिय, चित्तं अक्खिवइ पुरिसगारं तु । णो दाणाइसु पुण्णाइभेय मोऽज्झप्पभेएण ॥३४६॥ "एवं' परोपन्यस्तप्रतिमामिव यदि चेत् 'कमैव' दैवसंज्ञितं 'चित्रं' नानारूपमाक्षिपति स्वोपग्रहकारितया सन्निहितं करोति गलगृहीततथाविधकिङ्करवत् पुरुषकारमुक्तरूपं पुनः। तदा नो 'दानादिषु' परलोकफलेषु क्रियाविषेशेषु शुभाशुभरूपेषु 'पुण्यादिभेदः' पुण्यपापनानात्वं स्यात् । मो पूर्ववत् । अध्यात्मभेदतोऽध्यवसायभेदात् । यदि हि दैवायत्त एव पुरुषकारः क्रियासु शुभाशुभरूपासु व्याप्रियते प्रकृतिरेव करोतीति सांख्यमतमास्थितानां, तदा योऽयं दानादिक्रियासु शुभाशुभरूपकर्ममात्रहेतुकास्वध्यात्मभेदात् पुण्यपापयोरुत्कर्षापकर्षकृतो भेदः सर्वास्तिकसम्मतः स कथं संगच्छते इति । तथा च पठ्यते-"अभिसन्धिः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥१॥" इति ॥३४६॥
આ પ્રમાણે “યોગ્ય કાષ્ઠ જ પ્રતિમાને બનાવે” એ મતનું નિરાકરણ કર્યું. હવે તેને પ્રસ્તુતમાં જોડતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- એ પ્રમાણે જ જો વિવિધ કર્મ જ પુરુષાર્થને ખેંચી લાવે તો દાનાદિ ક્રિયાઓમાં અધ્યાત્મભેદથી પુણ્યાદિનો જે ભેદ થાય છે તે કેવી રીતે ઘટે?