________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૭૩ તે તે દ્રવ્યાદિ સામગ્રીની અપેક્ષા રાખીને અસતાવેદનીય, અયશ-કીર્તિ (નામકર્મ) અને લાભાન્તરાય વગેરે જે કર્મનો પ્રતિકાર થઈ શકે તે કર્મ સોપક્રમ (ઉપક્રમથી સહિત) છે, એટલે કે ફળ આવ્યા વિના પણ નાશ પામે તેવું છે.
પૂર્વે (૩૨૩મી ગાથામાં) પરિશુદ્ધ આજ્ઞાયોગ સર્વકર્મના ઉપક્રમનું કારણ છે એમ સામાન્યથી પરિશુદ્ધ આજ્ઞાયોગનું સ્વરૂપ જણાવ્યું છે. તે આ પ્રમાણે-“પરિશુદ્ધ આજ્ઞાના યોગથી આત્મચિત્તયુક્ત જીવોનું અતિરૌદ્ર પણ કર્મ તેવા પ્રકારના સ્વભાવથી જ પ્રાયઃ ફળતું નથી.”
તે પરિશુદ્ધ આજ્ઞાયોગ અનિયત સ્વભાવવાળા કર્મસ્વરૂપમાં અવશ્ય સફલ બને છે, એટલે કે ઉપક્રમ(=નિમિત્ત દ્વારા કર્મનો નાશ થવા) રૂપ પોતાના ફલને સાધે છે. (૩૪૦)
अथ प्रस्तावादेव कर्मसंज्ञकस्य दैवस्यात्मवीर्यरूपस्य च पुरुषकारस्य समस्कन्धतां दर्शयन्नाह
इत्तो उ दोवि तुल्ला, विण्णेया दिव्वपुरिसकारत्ति । .. इहरा उ णिप्फलत्तं, पावइ णियमेण एक्कस्स ॥३४१॥
इतस्त्वित एव कर्मोपक्रमाद् द्वावपि तुल्यौ सर्वकार्याणां तदधीनत्वाच्च सदृशसामर्थ्यो वर्त्तते दैवपुरुषकारौ । इतिः पूरणार्थः । विपर्यये बाधकमाह-'इतरथा' त्वतुल्यतायां पुनर्निष्फलत्वमकिञ्चित्करत्वं प्राप्नोति नियमेनावश्यंभावेनैकस्यानयोर्मध्ये। यदि ह्येकस्यैव कार्यमायत्तं स्यात् तदा द्वितीयस्याकिञ्चित्करत्वेन वन्ध्यासुतादिवद् निष्फलभावेनावस्तुत्वमेव प्रसज्यत इति ॥३४१॥
દૈવ-પુરુષાર્થનું વર્ણન હવે પ્રસંગથી જ જેની કર્મસંજ્ઞા છે એવા દૈવના અને આત્મવીર્ય રૂપ પુરુષાર્થના સમાન બળને બતાવતા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ–આથી જ દૈવ અને પુરુષાર્થ એ બંને તુલ્ય જાણવા. અન્યથા બેમાંથી એક નિયમા નિષ્ફળપણાને પામે.
ટીકા–આથી જ= કર્મનો ઉપક્રમ થતો હોવાથી જ.
તુલ્ય છે તુલ્ય સામર્થ્યવાળા છે. સર્વ કાર્યો દેવ અને પુરુષાર્થ એ બેને આધીન હોવાથી એ બંને સમાન બળવાળા છે.
અન્યથા દેવ અને પુરુષાર્થ એ બંને સમાન બળવાળા ન હોય તો. | સર્વકાર્યો દેવ અને પુરુષાર્થ એ બેને આધીન છે, એટલે કે એ બંને ભેગા થાય તો જ કોઈપણ કાર્ય થાય. એથી જ બંને સમાન બળવાળા છે. જો કાર્ય એક જ કારણને આધીન હોય એટલે કે એક જ કારણથી કાર્ય થઈ જતું હોય તો બીજું કારણ