Book Title: Updeshpad Granth Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 521
________________ ૪૭૨ 64हे श५६ : भाग-१ आह-"अवश्यमेव हि भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि" ॥१॥ इति सर्वलोकप्रवादप्रामाण्यात् कथं तत्कर्म फलदानाभिमुखमप्यदत्तफलमेव निवृत्तमित्याशक्याह अणिययसहावमेयं, सोवक्कमकम्मुणो सरूवं तु । परिसुद्धाणाजोगो, एत्थ खलु होइ सफलो त्ति ॥३४०॥ इहाध्यवसायवैचित्र्यात् प्रथमतोऽपि जीवा द्विप्रकारं कर्म बध्नन्ति । तत्रैकं शिथिलपरिणामतया फलं प्रत्यनियतरूपम्, अन्यच्चात्यन्तदृढपरिणामनिबद्धतयाऽवश्यं स्वफलसम्पादकत्वेनावन्ध्यसामर्थ्यमिति । एवं कर्मणो द्वैविध्ये व्यवस्थितेऽनियतस्वभावं फलं प्रत्येतदनन्तरदृष्टान्तनिरूपितम्, सोपक्रमकर्मणः सोपक्रमस्य तत्तद्द्रव्यादिसामग्रीमपेक्ष्य प्रतीकारसहस्य कर्मणोऽसद्वेद्यायशःकीर्तिलाभान्तरायादिलक्षणस्य स्वरूपं तु स्वलक्षणं पुनः । यदि नामैवं ततः किमित्याह-परिशद्धाज्ञायोगो यः प्राक् "परिसुद्धाणाजोगा पाएणं आयचित्तजुत्ताणं । अइघोरंपि हु कम्मं न फलइ तहभावओ चेव ॥१॥" अनेन ग्रन्थेन सर्वकर्मोपक्रमकारणतया सामान्येन निरूपितः सोऽत्रानियतस्वभावे कर्मस्वरूपे, खलुरवधारणे, भवति सफल उपक्रमरूपस्वफलप्रसाधक इति ॥३४०॥ કરેલું શુભકર્મ કે અશુભકર્મ અવશ્ય ભોગવવું પડે છે. અબજો કલ્પ સુધી પણ ભોગવ્યા વિના ક્ષય પામતું નથી.” એ પ્રમાણે સર્વલોકમાં પ્રવાદ છે, અને એ પ્રવાદ પ્રામાણિક છે. તેથી ફલ આપવા માટે સન્મુખ થયેલું પણ કર્મ ફલ આપ્યા વિના જ નિવૃત્ત કેવી રીતે થાય? આવી माशं शने ५ छ ગાથાર્થ–સોપક્રમ કર્મનું આ સ્વરૂપ અનિયત સ્વભાવવાળું છે. તેથી અહીં પરિશુદ્ધ આજ્ઞાયોગ અવશ્ય સફળ થાય છે. ટીકાર્ય–અહીં અધ્યવસાયની વિચિત્રતાથી જીવો પહેલાંથી બે પ્રકારનું કર્મ બાંધે છે. તેમાં એક કર્મ શિથિલ પરિણામથી બંધાયું હોવાના કારણે ફળ પ્રત્યે અનિયત સ્વરૂપવાળું હોય છે. બીજું કર્મ અત્યંત દઢ પરિણામથી બંધાયેલું હોવાના કારણે અવશ્ય પોતાનું ફળ પ્રાપ્ત કરતું હોવાથી અવંધ્ય( નિષ્ફળ ન જાય તેવા) સામર્થ્યવાળું હોય છે. આથી જ્ઞાનગર્ભ મંત્રીના દષ્ટાંતથી હમણાં જ જણાવેલું સોપક્રમકર્મનું સ્વરૂપ ફળ આપવામાં અનિયત સ્વભાવવાળું છે. ૧. બ્રહ્મા જગતની સુષ્ટિ કરે છે અને જગતનો વિનાશ પણ કરે છે એમ અજ્ઞાન લોકો માને છે. અહીં જગતની સૃષ્ટિથી માંડીને જગતનો પ્રલય થાય ત્યાં સુધી જેટલો કાળ થાય તેટલા કાળને કલ્પ કહેવામાં આવે છે. આવા અબજો કલ્પ સુધી પણ ભોગવ્યા વિના કર્મ ક્ષય પામતું નથી.

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554