________________
૪૭૧
ઉપદે શપદ : ભાગ-૧
અને કહ્યું: હે દેવ! આ મંજૂષામાં સર્વસારભૂત વસ્તુ છે. રાજા– તારા ઉપર સંકટ આવવાનું છે ત્યારે આ સર્વ સારભૂત વસ્તુનું તારે શું પ્રયોજન છે? મંત્રી- તો પણ તે દેવ! એક પખવાડિયું આનું રક્ષણ કરો અને બીજા પાસે રક્ષણ કરાવો. પછી રાજાએ ઢાંકણ ઉપર તથા અન્ય સ્થાને તાળા અને શીર્ષમુદ્રા લગાવડાવી તથા આઠ-દિવસ રાત્રિ સુધી પહેરેગીરો રાખ્યા. (૩૩૪)
આ પ્રમાણે વ્યવસ્થા કર્યા પછી તેરમા દિવસે રાજાની પુત્રીનો અકસ્માત વેણીછેદ થયો અને આ વેણીછેદ મંત્રીપુત્રથી થયો છે એવો જનપ્રવાદ પ્રગટ થયો. સ્વયં જિતશત્રુ રાજાએ પુત્રીને રડતી જોઈ ત્યારે ઘણા કોપવાળો થયો. (૩૩૫)
રાજાએ કહ્યું: મંત્રીપુત્રને મારી નાખો અથવા આ એકને મારવાથી શું? બધા જ મંત્રી પરિવારને સળગાવી દો. કેમકે તેઓ આવા ઉન્મત્ત થયા છે. પછી રાજસૈનિકો મંત્રીના ઘરે ગયા. મંત્રીના ઘરે જઈ કુટુંબને પકડવા લાગ્યા અને મંત્રીના પરિવાર સાથે ઝગડો થયો એટલે મંત્રીએ કહ્યું: હું રાજાને મળું છું. (૩૩૬)
મંત્રી રાજાને મળ્યો અને કહ્યું: પેટ સંબંધી તપાસ કરી મારા પુત્રનો દોષ છે કે અન્યનો દોષ છે તે સત્ય હકીક્ત તમે સ્વયં જ જાણો પછી રાજા પેટી ખોલવા માટે ગયો અને તે પેટી ઉપર મુદ્રા યથાવત્ જાણી પછી ઉઘાડીને પેટીને જુએ છે તો છુરિકાથી યુક્ત વેણી સહિત મંત્રીપુત્ર જોવામાં આવ્યો. (૩૩૭)
તેના દર્શનથી ભય ઉત્પન્ન થયો અને આ પ્રમાણે અસંભવ્ય વસ્તુ કેમ જણાય છે? આ પ્રમાણે લોક વિચારવા લાગ્યો. મંત્રીએ કહ્યું: દેવ તત્ત્વને જાણે છે. કેમકે રાજાએ જ આ પેટીના રક્ષણની વ્યવસ્થા કરેલી છે. તેનાથી સર્વને વિસ્મય અને આશ્ચર્ય થયું કે અહો! આવું અપૂર્વ કયારેય જોયું કે સાંભળ્યું નથી. પછી રાજાએ મંત્રીને પૂછ્યું અને સત્કાર કર્યો. મંત્રીએ કહ્યુંહે દેવ! અમારો (મંત્રી કુટુંબનો) સર્વનાશ પુત્રથી થશે પણ વેણી છેદથી નહીં થાય આટલું મેં નૈમિત્તિક પાસેથી જાણ્યું હતું. (૩૩૮)
આથી જેટલામાં આપ્ત એવા આ નૈમિત્તિકના વચનથી હું પુત્રને છુપાવવા પ્રવૃત્ત થયો તેટલામાં નૈમિત્તિકે બતાવ્યા મુજબ સર્વ હકીકત બની. ઇતિ શબ્દ સમાપ્તિ માટે વપરાયો છે.
હવે ઉપસંહાર કરતા જણાવે છે કે આ પ્રમાણે કહેવાયેલી નીતિ મુજબ આ કર્મ અચિંત્ય સામર્થ્યવાળુ હતું અને આવા પ્રકારના ઉપાયથી રોકવા માટે પ્રયત્ન કરાયો હોવા છતાં ફળ આપવા ઉપસ્થિત થયું અને બુદ્ધિમાનનું પરાક્રમ પણ અચિંત્ય છે જે આવા પ્રકારના ઉપસ્થિત થયેલ કર્મને નિષ્ફળ કરે છે. (૩૩૯)
જ્ઞાનગર્ભ મંત્રીનું ઉદાહરણ સમાપ્ત થયું.