________________
૪૬૮
ઉપદે શપદ : ભાગ-૧ ભોજનાદિના દાનથી તેનો મોટો સત્કાર કર્યો અને ઘણાં પ્રેમપૂર્વકના વાર્તાલાપથી સંતોષ્યો. થોડીવાર રહીને પૂછયું કે કયા અસાધારણ(ખાસ)કારણથી આ મારિ પ્રગટ થશે? નૈમિત્તિકઆ તારા મોટા પુત્રના નિમિત્તથી થશે. આ મારિ નિશ્ચયથી મારા કુળમાંથી પ્રગટ થશે એની ચોક્કસ નિશાની શું છે? નૈમિત્તિક– અમુક દિવસે તને રાત્રિમાં ખરાબ સ્વપ્ન આવશે. આ પ્રમાણે કાર્યનું રહસ્ય જાણીને તથા નૈમિત્તિકનું પૂજન કરીને, પરમ આદરથી તેને વારે છે કે તારે આ વાત ક્યાંય ન જણાવવી. નૈમિત્તિક પોતાના સ્થાને ગયો.
અન્ય દિવસે પ્રધાને ચારેબાજુ અતિ ઘણાં અંધકારના સમૂહથી શ્યામ કરાયું છે આકાશ જેના વડે એવા ધૂમ જવાળાઓથી મારું ઘર સળગે છે એમ સ્વપ્નમાં જોયું. પછી મંત્રીએ કુળના મૂળ સમાનપુત્રને વિશ્વાસપૂર્વક જણાવ્યું કે તારા જન્મ સમયે ભેગા થયેલા
જ્યોતિષીઓએ વિશ્વાસપૂર્વક જેને કહ્યું હતું તે પ્રલય હમણાં તારા નિમિત્તે ઉત્પન્ન થતો જણાય છે તેથી એક પખવાડિયા માટે તું સુવિશુદ્ધ ભાવમાં સ્થિર થા જેથી ઉત્પન્ન થયેલા આ સંકટને કોઈપણ રીતે નિષ્ફળ કરીએ. જો હું આ સંકટને નિષ્ફળ ન કરું તો સકળ જગતમાં પ્રસિદ્ધ એવી મારી આ બુદ્ધિની પ્રાપ્તિ થવાનો શો લાભ? ગ્રહચાર, સ્વપ્ન, શકુનાદિ અને નિમિત્તની ગતિ અતિ વિચિત્ર છે અને ઉત્પન્ન થયેલા ગ્રહચારાદિ દેવની જેમ કોઈકને ક્યારેક ફળે છે. તેથી બુદ્ધિમાનોએ તેનાથી ભય ન પામવો જોઈએ પરંતુ, તેને જીતવા ધીરજને ધરતા પુરુષોએ હંમેશા ઉચિત ઉપાયો કરવા જોઇએ. નિપુણ નીતિને વરેલા, જેમણે સદંતર કુમાર્ગ(દુરાચાર)નો ત્યાગ કર્યો છે એવા પુરુષોનો કાર્યારંભ ભાગ્યથી અન્યથા નિર્માણ કરાયો હોય તો પણ દોષ માટે થતો નથી. અર્થાત્ નીતિમાન સજ્જનોએ કાર્યનો આરંભ કર્યો હોય અને કદાચ ભાગ્યથી નિષ્ફળ નીવડે તો પણ દોષ માટે નથી. તેથી હે પુત્ર! આ પેટીમાં એક પખવાડિયા માટે પ્રવેશ કર. શરીરને ટકવા માટે ભોજન જળ આદિની વ્યવસ્થા કરવામાં આવી છે.
પછી તે પ્રમાણે કરાયે છતે મંત્રીએ રાજા પાસે જઈને નિવેદન કર્યું કે આ ધન વિંશ પરંપરાથી પ્રાપ્ત થયેલું છે અને પ્રયોજન વશથી આપને સ્વાધીન કરેલ છે. પછી રાજાએ કહ્યું તું ભય ન પામ. કોણ જાણે છે કાલે શું થશે? રાજા પેટીને લેવા ઇચ્છતો નથી છતાં પ્રધાને તેને સુપ્રત કરી. તે પેટી રાજાના ભંડારઘરમાં લઈ જવાઈ અને કહ્યું: હે દેવ! આ પેટીમાં સર્વસારભૂત વસ્તુઓ છે અને મારા ઉપર ઉપકાર કરીને સર્વ આદરથી એક પખવાડિયા સુધી રાખો. અને પેટીને સર્વબાજુએથી તાળા લગાવવામાં આવ્યા અને ઢાંકણ ઉપર મહોર લગાવવામાં આવી. દરેક પહોરમાં બે પહેરેગીરો ગોઠવવામાં આવ્યા.