________________
ઉપદેશપદ : ભાગ-૧
૪૬ ૭
આ જ ઉદાહરણને દશ ગાથાથી વર્ણન કરતા કહે છે–
જ્ઞાનગર્ભ મંત્રીની કથા શ્રી વર્ધમાનસ્વામીના મામા ચેટક રાજાના મહેલોથી શોભતી વૈશાલી નામે નગરી હતી. તે નગરીમાં સુવિશાલ કુલીન-સુવિશુદ્ધ શીલસંપન્ન લોકો રહેતા હતા. જે હિમાલય પર્વતના શિખર જેવા ઊંચા મનોહર શિખરના રૂપ(શોભા)થી ઝાંખું કરાયું છે અંબરતળ જેના વડે એવા શ્રી મુનિસુવ્રતસ્વામીના સ્તૂપથી જેનો મધ્યભાગ સુરમ્ય છે. આ નગરીનો યશ પુરાણ કથાઓમાં વર્ણન કરાયેલ ઉત્તમ નગરોમાં વિખ્યાત થયો છે. તેમાં પોતાના સત્ત્વથી સ્વાધીન કરાઈ છે પૃથ્વી જેના વડે એવો જિતશત્રુ રાજા રહેતો હતો. તેને યથાવસરે સામ-દામદંડ-ભેદ નીતિને પ્રવર્તાવનાર, રાજવંશની સાથે ઉત્પન્ન થયેલ મંત્રીવંશમાં પ્રાપ્ત થયો છે પવિત્ર જન્મ જેને, સકળ રાજકાર્યમાં સજ્જ, તે તે કાર્યો પાર પાડવામાં આશ્ચર્યકારી, સર્વ વેરીઓ માટે શૂળ સમાન, દુઃખેથી અને સૂક્ષ્મબુદ્ધિથી જાણી શકાય તેવા કાર્યોમાં ચક્ષુષમાન અર્થાત્ સૂક્ષ્મ બુદ્ધિવાળો, હંમેશા હિતચિંતા કરવાથી પિતા જેવો એવો જ્ઞાનગર્ભ નામે મંત્રી હતો. સામંત વગેરે લોકને માન્ય હતો. તેને હંમેશા રાજકૃપા પ્રાપ્ત થઈ હતી. સર્વ અર્થથી પરિપૂર્ણ હતો. સુવિશાલ-સુશીલ-કુલવાળો હતો. સંપૂર્ણ અનુચિત કાર્યોનો ત્યાગી હતો. રાજાની સાથે સમાન ચિત્તવાળો દિવસો પસાર કરે છે.
અન્યદા રાજસભામાં પોતપોતાના સ્થાને સભાવર્ગ બેઠેલો હતો ત્યારે અને ઈન્દ્ર જેવી સારભૂત શોભાવાળો રાજા સિંહાસન ઉપર બેઠો હતો ત્યારે પૃથ્વીતલ ઉપર મસ્તક નમાવીને દ્વારપાળે પ્રણામ કરીને આ પ્રમાણે વિંનતી કરી “હે સ્વામિન! સ્વામીના દર્શન માટે ઉત્સુક એક નિમિત્તિઓ ક્યાંયથી આવીને દરવાજા ઉપર ઊભો છે.” દ્વારપાળે રાજાની અનુજ્ઞા મેળવીને તેને રાજસભામાં દાખલ કરાવ્યો. ઉચિત સત્કાર કરીને કૌતુક સહિત સિંહાસન પર બેઠેલા રાજાએ તેનું જ્ઞાન જાણવા પૂછ્યું. થોડા દિવસોમાં કોને અપૂર્વ સુખ કે દુઃખ થશે? પછી અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રને જાણનારાએ કહ્યું છે સ્વામિન્! સ્વચ્છંદતાથી રહિત તમારા વડે પૂછાયે છતે શાસ્ત્રમાં કહેવાયેલા અર્થને કહેતા હું દોષવાળો નહીં થાઉં. જે આ મંત્રીઓની શ્રેણિમાં શિરોમણિપણાને પામેલ છે તેના સ્વકુળમાં અતિ ઘોર મારિ ઉત્પન્ન થઈ છે. રાજા– કેટલા કાળ પછી નિશ્ચય થશે? નૈમિત્તિક–વર્ષોથી નહીં, મહિનાઓથી નહીં પણ આટલા પખવાડિયાની આસપાસ નિશ્ચય થશે. પછી વજથી હણાયેલાની જેમ સભા ક્ષણથી પીડાવાળી મૌન થઈ. પછી જલદીથી ધીરમાનસવાળો મંત્રી કોઇથી પણ ન જણાય એ રીતે ત્યાંથી નીકળી ગયો અને નૈમિત્તિકને પોતાને ઘરે લાવે છે. વસ્ત્ર-પુષ્પ શ્રેષ્ઠ૧. સર્વ અર્થ= બધા પ્રયોજનો પૂર્ણ થતાં હતાં.