________________
ઉપદે શપદ : ભાગ-૧
૪૬૧ પ્રશ્ન-કાર્યના અર્થી એવા છદ્મસ્થ જીવો વ્યવહારનયથી પ્રવૃત્તિ કેમ કરે છે? નિશ્ચયનયથી પ્રવૃત્તિ કેમ કરતા નથી?
ઉત્તર–નિશ્ચયનયથી પ્રવૃત્તિનો વિષય વિશિષ્ટ જ્ઞાનરૂપ અતિશયથી યુક્ત એવા વિશિષ્ટ પુરુષો છે, અર્થાત્ વિશિષ્ટજ્ઞાનીઓ જ નિશ્ચયનયથી પ્રવૃત્તિ કરે છે, છદ્મસ્થ જીવો નહિ. (વિશિષ્ટજ્ઞાનીઓ પોતાના જ્ઞાનથી એમ જાણે કે અમુક પ્રવૃત્તિ કરવાથી તેનું ફળ મળશે તો અમુક પ્રવૃત્તિ કરે, ફળ નહિ મળે એમ જાણે તો પ્રવૃત્તિ ન કરે. આમ વિશિષ્ટ જ્ઞાનીઓ જ નિશ્ચયનયથી પ્રવૃત્તિ કરે છે.) (૩૨૬)
अथैनमेवार्थं प्रकृते योजयतिएवमिहाहिगयम्मिवि, परिसुद्धाणाउ कम्मुवक्कमणं । जुज्जइ तब्भावम्मि य, भावारोग्गं तहाभिमयं ॥३२७॥
एवं यथाऽजीर्णदोषस्य इह जने निदानपरिहारादुपक्रमोऽध्यक्षसिद्धः समुपलभ्यते, तथाऽधिकृतेऽप्याज्ञामाहात्म्यख्यापने वक्तुमुपक्रान्ते परिशुद्धाज्ञातः सर्वोपाधिशुद्धसम्यग्दर्शनादिमोक्षमार्गाराधनात् कर्मोपक्रमणं ज्ञानावरणादिदुष्टादृष्टनष्टभावापादनं युज्यते, जलानलयोरिवानयोरनिशं विरोधात् । तद्भावे च-कर्मोपक्रमसद्भावे पुनर्भावारोग्यं सर्वव्याध्यधिकसंसाररोगक्षयात् तथा-क्षपकश्रेण्यादिलाभप्रकारेणाभिमतं-सर्वास्तिकप्रवादिसम्मतं सम्पद्यत इति ॥३२७॥
હવે આ જ અર્થને પ્રસ્તુત વિષયમાં જોડે છે
ગાથાર્થ-જે પ્રમાણે લોકમાં કારણોનો ત્યાગ કરવાથી અજીર્ણ દોષનો ઉપક્રમ(=દોષનો નાશ) પ્રત્યક્ષથી સિદ્ધ થયેલો જોવામાં આવે છે તે પ્રમાણે પ્રસ્તુતમાં પણ પરિશુદ્ધ આજ્ઞાથી કર્મનો ઉપક્રમ ઘટે છે. કર્મનો ઉપક્રમ થયે છતે તે રીતે અભિમત ભાવારોગ્ય પ્રાપ્ત થાય છે.
ટીકાર્થ–પ્રસ્તુતમાં=આજ્ઞાનું માહાભ્ય જણાવવા માટે કહેવાનું શરૂ કર્યું છે એ પ્રસ્તુત વિષયમાં.
પરિશુદ્ધઆજ્ઞાથી=સર્વ રીતે શુદ્ધ એવી સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગની આરાધનાથી. કર્મનો ઉપક્રમ=જ્ઞાનાવરણીય વગેરે દુષ્ટકર્મોનો નાશ. તે રીતે-ક્ષપકશ્રેણિનો લાભ વગેરે રીતે.
અભિમત–સર્વ આસ્તિક વાદીઓને સંમત. ૧. નછબાવા નો શબ્દાર્થ “નાશની પ્રાપ્તિ કરવી” એવો થાય.