Book Title: Updeshpad Granth Part 01
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 512
________________ ઉપદે શપદ : ભાગ-૧ ૪૬૩ દુર્વિજ્ઞય-એક ગતિમાંથી બીજી ગતિમાં પ્રસરતા અને મોહની અધિકતાવાળા જીવલોકમાં શુદ્ધ આજ્ઞાયોગ દુ:ખે કરીને (=બહુ મુશ્કેલીથી) જાણી શકાય તેવો છે. વિવેકી લોક શુદ્ધ આજ્ઞાયોગને કરે છે=શુદ્ધ આજ્ઞા પ્રમાણે જ ધર્મ કરે છે, લોકહેરીથી ગતાનુગતિકપણે ધર્મ કરતો નથી. જ્ઞાનનો વિષય છે–પરિશુદ્ધ આજ્ઞાયોગ જ્ઞાનનો વિષય પણ છે, એટલે કે પરિશુદ્ધ આજ્ઞાયોગથી હેયોપાદેયના વિભાગની (=આ હેય છે અને આ ઉપાદેય છે એવા વિભાગની) ઓળખાણ થાય છે. કારણ કે જ્ઞાન ગહન પદાર્થોનું વિવેચન કરતું હોવાના કારણે નિશ્ચયથી સ્વરૂપનો (Rપોતાના સ્વભાવનો) લાભ થાય છે. જ્ઞાનીઓ કહે છે કે “તત્ત્વોની વિચારણા કરવી એ બુદ્ધિનું ફલ છે.” અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– ભિન્નગ્રંથિ જીવને જે પરિશુદ્ધ આજ્ઞાનો લાભ થાય છે તે પરિશુદ્ધ આશાના લાભથી ઔદયિકભાવોનો નિરોધ થતો હોવાથી તે પરિશુદ્ધ આજ્ઞા લાભ આત્મવીર્ય કહેવાય છે. તથા પરિશુદ્ધ આજ્ઞાલાભ પુરુષાર્થ છે. કારણ કે પરિશુદ્ધ આજ્ઞાલાભથી સર્વકર્મોના વિકારથી ભિન્ન એવા મોક્ષની સાથે આત્માનો કથંચિત્ એકાત્મભાવ થાય છે, અર્થાત્ આત્મા કથંચિત્ મોક્ષસ્વરૂપ બને છે. આથી જ પરિશુદ્ધ આજ્ઞાલાભ જ કર્મના ઉપક્રમનો ( નાશનો) હેતુ છે એમ નિર્ણય કરાય છે. કારણ કે પરિશુદ્ધ આજ્ઞાલાભથી નાશ કરાયેલાં કર્મોની ફરી ઉત્પત્તિ થતી નથી. પરિશુદ્ધ આજ્ઞાલાભ મૂઢમતિવાળા જીવો માટે દુર્વિજોય છે. આથી જ પરિશુદ્ધ આજ્ઞાલાભ પ્રૌઢજ્ઞાનના વિષય તરીકે નિશ્ચિત કરાયેલો છે, અર્થાત્ પ્રૌઢજ્ઞાનથી જ પરિશુદ્ધ આન્નાલાભ જાણી શકાય છે. (૩૨૮) साम्प्रतमुक्तमर्थं प्रसाधयन् दृष्टान्तमाहआहरणं पुण एत्थं, सव्वणयविसारओ महामंती । मारिणिवारणखाओ, णामेणं नाणगब्भोत्ति ॥३२९॥ 'आहरणं' दृष्टान्तः 'पुनरत्र' पुरुषकारात् कर्मोपक्रमे सामान्येन साध्ये 'सर्वनयविशारदः' सर्वेषामान्वीक्षिकीत्रयीवा दण्डनीतिलक्षणानां नयानां विचारणेन विचक्षणो 'महामन्त्री' सर्वराज्यकार्यचिन्ताकरत्वेन शेषमन्त्रिणामुपरिभागवर्ती 'मारीनिवारणाख्यातः' सहसैव समुपस्थितसर्वकुटुम्बमरणस्य निवारणात् प्रसिद्धिमुपगतो नाम्नाऽभिधानेन प्राग् नामान्तरतया रूढोऽपि ज्ञानगर्भ इति । इहान्वीक्षिकी नीतिः जिनजैमिन्यादिप्रणीतन्यायशास्त्राणां विचारणा, त्रयी सामवेदऋग्वेदयजुर्वेदलक्षणा, वार्ता तु लोकनिर्वाहहेतुः कृषिपाशुपाल्यादिवृत्तिरूपा, दण्डनीतिस्तु नृपनीतिः सामभेदोपप्रदाननिग्रहरूपेति ॥३२९॥

Loading...

Page Navigation
1 ... 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554