________________
૪૬૦
ઉપદેશપદ : ભાગ-૧ ટીકાર્ય પદાર્થો લગભગ સમાન હોય ત્યારે વ્યવહારનય એકપણાનો (=કારણોની સમાનતાનો) સ્વીકાર કરે છે. આથી પ્રસ્તુતમાં રોગનું કારણ ભોજન વગેરેની દેખાતી સમાનતા વ્યવહારનયથી છે, નિશ્ચયનયથી નહિ. કારણ કે નિશ્ચયનય કાર્ય સમાન હોય તો નિમિત્ત સમાન હતું એમ અનુમાન કરે છે. અસમાન કાર્ય થાય ત્યારે નિશ્ચયનયના મતે કારણ સમાન નથી. નિશ્ચયનયનો મત આ છે
કાર્ય ક્યારેય કારણના અભાવમાં ન થાય. તેમજ જે કાર્યનાં જે કારણો પ્રસિદ્ધ છે તે કાર્ય પ્રસિદ્ધ કારણો સિવાય અન્ય કારણોથી પણ ન થાય. અન્યથા ક્યાંય કાર્યકારણની વ્યવસ્થા ન રહે.”
વ્યાધિનું કારણ સમાન દેખાતું હોય ત્યાં સોપક્રમ કર્મ અને નિરુપક્રમ કર્મની સહાયથી કરાયેલો વ્યાધિનાં કારણોનો આંતરિક ભેદ હોય છે. જેનું કર્મ સોપક્રમ હોય તેનો રોગ તેવા નિમિત્તથી દૂર થાય અને જેનુ કર્મ નિરપક્રમ હોય તેનો રોગ તેવા નિમિત્તથી દૂર ન થાય.) આથી એકના રોગનો નાશ થાય છે અને એકના રોગનો નાશ થતો નથી.
પ્રશ્ન-વ્યવહારનય પૂલ હોવાથી શા માટે વ્યવહારનયનો આશ્રય લઈને પ્રસ્તુત રોગમાં નિમિત્તની સમાનતા જાહેર કરવામાં આવે છે.
ઉત્તર–વ્યવહાર નય પૂલ હોવા છતાં તેનો આશ્રય લઈને પ્રસ્તુત રોગમાં નિમિત્તની સમાનતા એટલા માટે જાહેર કરવામાં આવે છે કે વ્યવહારનય પણ વિશ્વમાં તત્ત્વનું અંગ છે–તાત્વિક પક્ષના લાભનું કારણ છે.
પ્રશ્ન-વ્યવહારનય તાત્ત્વિક પક્ષના લાભનું કારણ કેમ છે?
ઉત્તર-કાર્યના અર્થી એવા છઘસ્થ જીવો વ્યવહારનયથી જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિથી જ નિશ્ચયનયથી જે સાધવા યોગ્ય છે (=મેળવવા યોગ્ય છે) તેનો યોગ (=પ્રાપ્તિ) તે જીવોને થાય છે. તે આ પ્રમાણે–ખેડૂતો બીજશુદ્ધિ આદિ પૂર્વક (જમીનમાં શુદ્ધ બીજ વાવવું વગેરે પ્રયત્ન પૂર્વક) વ્યવહારથી પ્રવૃત્તિ કરે છે. તેમાં જો વિપ્ન ન આવે તો ખેડૂતોને વ્યવહારનયથી કરેલી પ્રવૃત્તિથી નિયમ ઇષ્ટફળનો લાભ થશે. આ પ્રમાણે વ્યવહારથી ઉપાયોનો નિશ્ચય કરીને (=આ કાર્યનાં આ ઉપાયો છે એવો નિશ્ચય કરીને) પ્રવૃત્તિ કરનારા જીવો પ્રાયઃકરીને વિવક્ષિત ફલનો લાભ પામનારા દેખાય છે. ૧. તેવા પ્રકારના નિમિત્તથી (=કારણથી) જેનો નાશ કરી શકાય તેવું કર્મ સોપક્રમ છે, અને તેવા પ્રકારના
નિમિત્તથી જેનો નાશ ન કરી શકાય તેવું કર્મ નિરુપક્રમ છે. ૨. ટીકામાં આવેલા અનન્તરોતરૂપત એ પદોનો અર્થ આ પ્રમાણે છે– હમણાં જ વદુસંદરાવાયાં
માવીનાપ્રતિપત્તિરૂપાત્ એ પદોથી જેનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે તેવા વ્યવહારનયથી.