________________
૪૫૮
ઉપદેશપદ : ભાગ-૧ ત્યાગ કરતા નથી તે જીવોને રોગ થાય છે. રોગનાં કારણોનો ત્યાગ ન કરવાથી રોગની ઉત્પત્તિ થાય અને રોગનાં કારણોનો ત્યાગ કરવાથી રોગની ઉત્પત્તિ ન થાય.
આ પ્રમાણે તુલ્યનિમિત્તવાળા પણ જીવોમાં, એટલે કે રોગને ઉત્પન્ન કરનારાં કારણો સમાન હોય તેવા પણ જીવોમાં રોગની ઉત્પત્તિ રૂપ અને રોગની ઉત્પત્તિના અભાવ રૂ૫ વિશેષતા પ્રત્યક્ષથી સિદ્ધ છે. (૩૨૪).
एनमेवार्थं विशेषेण भावयतिएगम्मि भोयणे भुंजिऊण जाए मणागमजिण्णे । सइ परिहारारोग्गं, अउण्णहा वाहिभावो उ ॥३२५॥
एकस्मिन्नभिन्नजातीये भोजने सूपोदनादौ 'भुंजिऊण'त्ति भुक्त्वा भुक्ते सतीत्यर्थः। 'जाते' समुत्पन्ने 'मनाग्' ईषदजीर्णे भुक्तानाजरणलक्षणे सति, आमादयश्चाजीर्णभेदाः, यथोक्तं-"अजीर्णप्रभवा रोगास्तच्चाजीर्णं चतुर्विधम् । आमं विदग्धं विष्टब्धं, रसशेषं तथैव च ॥१॥" तथा परिहारादुपस्थितरोगनिदानपरित्यागाद् आरोग्यं नीरोगता एकस्य जायते । द्वितीयस्य त्वन्यस्यातोऽज्ञानादिदोषादन्यथा निदानापरिहाराद् व्याधिभावस्तूपस्थितव्याधिसमुद्भव एव सम्पद्यते । यो हि यन्निमित्तो दोषः स तत्प्रतिपक्षासेवात एव निवर्त्तते, यथा शीतासेवनादुत्पन्नं जाड्यमुष्णसेवात इति ॥३२५॥
આ જ અર્થને વિશેષથી વિચારે છે–
ગાથાર્થ–બે મનુષ્યોને સમાન ભોજન કર્યા પછી બંનેને કંઈક અજીર્ણ થતાં એક માણસ અજીર્ણના કારણોનો ત્યાગ (=અજીર્ણ ન મટે ત્યાં સુધી ભોજનનો ત્યાગ) કરે તો તેને આરોગ્યની પ્રાપ્તિ થાય. બીજો માણસ અજીર્ણના કારણોનો ત્યાગ ન કરે (અજીર્ણ હોવા છતાં ભોજન કરે) તો તેને રોગ થાય.
ટીકાર્થ–બે માણસોએ ભાત-દાળ વગેરે સમાન ભોજન કર્યું. ભોજન કર્યા પછી બંનેને કંઈક અજીર્ણનાં ચિહ્નો દેખાયો. એક મનુષ્ય અજીર્ણ હોય ત્યાં સુધી ભોજનનો ત્યાગ કરીને (અને હિંગાષ્ટક વગેરે પાચક ચૂર્ણ લઈને) અજીર્ણનાં કારણોનો ત્યાગ કર્યો. આથી એને આરોગ્યની પ્રાપ્તિ થઈ. બીજા માણસે અજ્ઞાનતા આદિ દોષના કારણે અજીર્ણનાં કારણોનો ત્યાગ ન કર્યો તો ભયંકર અજીર્ણ (અને તાવ વગેરે) રૂપ રોગ થયો. આ એક સર્વ સામાન્ય નિયમ છે કે જે કારણથી દોષ થાય તેનાથી વિરુદ્ધનું સેવન કરવાથી દોષ દૂર થાય. જેમકે– શીતલ દ્રવ્યોના સેવનથી ઉત્પન્ન થયેલી ઠંડી ઉષ્ણદ્રવ્યોના સેવનથી દૂર થાય.
અજીર્ણના આમ વગેરે ભેદો છે. કહ્યું છે કે-“બધા રોગો અર્જીણથી થાય છે. તેમાં અજીર્ણના આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ અને રસશેષ એમ ચાર પ્રકાર છે. આમ અજીર્ણમાં ૧. આમ અજીર્ણમાં....વગેરે વિગત ઉપદેશ પદની ટીકામાં ન હોવા છતાં ઉપયોગી હોવાથી ધર્મબિંદુમાંથી લીધી છે.